પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
પ્રકરણ ૧૦ મું.


પ્રકરણ ૧૦ મું.

નવા વર્ષમાં એટલે ઈ. સ. ૧૮૫૫ માં મિસ નાiટીંગેલના કામમાં કાંઈ ઘટાડો થયો નહિ, જો કે રણસંગ્રામાંથી ઘાયલ થએલા સિપાઈઓનાં ટોળે ટોળાં તો હવે આવતાં બંધ થયાં હતાં. પરંતુ સીબેરટેપુલના ઘેરામાં રોકાએલા સૈનિકોમાં પુષ્કળ રોગ ચાલવા માંડયો. મિસ નાiટીંગેલે આ સિપાઈઓની દયા લાવીને એક પ્રસંગે એક મિત્રને લખ્યું કે "આ બિચારા સિપાઈઓને ઉંડી ખીણોમાં દરરોજ રાત્રે મજુરી કરવી ૫ડે છે. રોજ રાતના ઉજાગરા થાય છે. તેઓ છત્રીસ કલાક સુધી લાગટ કામ કરે છે. ટાઢના દિવસ છતાં તેઓને કાંઈ પણ પુષ્ટિકારક ખોરાક મળતો નથી. કાચું કેારૂં ખાઈને જ તેમને રહેવું પડે છે. કારણ કે દેવતા સળગાવીને રાંધવા જેટલીએ ફુરસદ તેમને મળતી નથી. છતાં આપણું લશ્કર ધીરજથી લડે છે અને કોઈપણ હીંમત હારતું નથી. ખરેખર તેમની હીંમતને બલિહારી જ છે."

આ ખીણોમાં ક્રાઈમીઆની સખત ટાઢ વેઠયાને લીધે સિપાઈઓને ઘણો સખત મરડાને રોગ લાગુ પડયો. અને બેહદ ટાઢને લીધે તેમનાં અંગ ઠરી જવા લાગ્યાં. કેાલેરા અને તાવમાં પણ પુષ્કળ વધારે થયો, અને તેથી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા ધણી વધી પડી.

આ વર્ષની શરૂઆતમાં મિસ સ્ટૅન્લીની દેખરેખ નીચે બીજી પચાસ નર્સો સ્ક્યુટેરાઇ આવી પહેાંચી, તેમની દરેક હોસ્પીટલમાં છુટક છુટક વહેંચણી થઈ મિસ નાiટીંગેલને આ વખતે પાંચ હજાર દર્દીઓની દેખરેખ રાખવાની હતી અને ક્રાઈમીઆથી બીજા અગીઆરસો દર્દીઓ આવનાર હતા. બૅરેક હૉસ્પીટલમાં લગભગ બે હજાર દર્દીએા હતા. અને તે સર્વ સખ્ત બિમારી ભેાગવતા હતા. સ્કયુટેરાઈની જનરલ હોસ્પીટલમાં પણ મિસ નાઇટીંગેલનો કાયદો ચાલતો હતો. નવી નર્સોમાંની કેટલીએકને મિસ એમીલી એન્ડર્સની દેખરેખ નીચે ત્યાં જ રાખવામાં