પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
પ્રકરણ ૧૦ મું.

સંભાળ લેવી પડતી. શેક કરવાના ગરમ કકડામાં જરા પણ ભીનાશ ના રહે તે સંભાળવાની ઘણી જ જરૂર હતી. શેક કરવાના કકડાને બરોબર નીચેાવીને તેનાપર ક્લૉરૉફોર્મ ( એક દવા ) છાંટવામાં આવતું. પછીથી રાઈ અને ટર્પેન્ટાઈન દર્દીને શરીરે મસળતાં. તેથી ઘણી વાર ઠરી ગએલાં અવયવોમાં ગરમાવો આવતો. નર્સોએ ઘણી જ હીંમતથી આ કારમા રોગ સામે ટક્કર ઝીલી હતી, પણ તેમના એટલા પ્રયાસથીએ ઘણા જ થોડા માણસો બચી શકતા. શોકજનક તો એ હતું કે ઘણુંકરીને મજબુત અને તંદુરસ્ત સિપાઈઓ જ રોગના ભોગ થતા.

"એક દિવસ એક તંદુરસ્ત ભરજુવાન માણસને માંચીમાં સુવાડીને મારા એારડામાં લાવવામાં આવ્યો. મને લાગ્યું કે એને તો જલદીથી સારૂં થઈ જશે. મેં રીતસર રોગના ઈલાજ લેવા માંડયા. પણ દાક્તરે તો પહેલેથી જ મને કહ્યું કે એ બચે એવી આશા નથી. જ્યારે નોકરો થાકી ગયા ત્યારે મેં જાતે શેકવાનું હાથમાં લીધું અને અંતની ઘડી સુધી મહેનત કર્યા કરી પણ એના સાંધા તો જરા ચસકયા નહિ. ચાર પાંચ કલાક અત્યંત પીડા ભોગવીને બિચારો મરી ગયો."

કેટલા બધા દિવસ આ ભયંકર રોગ ચાલુ રહ્યો. હોસ્પીટલની ઓસરીની એક બાજુએથી રોગમાં સપડાએલાની માંચીઓ એક પછી એક આવતી હતી અને બીજી બાજુએ રોગથી મરી ગએલા માણસોની માંચીઓ હારબંધ જતી. કબરો બરોબર જોઈએ તેટલી ઉંડી ખોદાતી નહોતી તેથી રોગ વધારે પસરતો હતો અને તેથી હોસપીટલની આસપાસની હવામાં ચેપ લાગ્યો હતો એમ કેટલાએકનું માનવું હતું.

કૉલેરા જેટલો ભયંકર હતો તેટલો જ ભયંકર સંધીવા (frost-bite) નો રોગ હતો. સીબેસ્ટેપુલથી સેંકડો માણસો એ રોગને ભોગ થઈને આવતા હતા. એ લોકને કેટલી પીડા થતી હતી તેનો ખ્યાલ નજરે જોયા વિના ભાગ્યે જ આવી શકે, ત્યાંની એક નર્સ લખે છે કે “સીબેસ્ટેપુલથી