પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
પ્રકરણ ૧૨ મું.


પ્રકરણ ૧૨ મું.


ઈ સ. ૧૮૫૫ ની વસંતઋતુ પૂરી થઈ ત્યાંસુધી ક્રાઈમીઆના લશ્કરમાં કેાલેરા, મરડો ઇત્યાદિ ચાલતાં હતાં. લોકેાનાં શરીર ઠંડી, રોગ વગેરેથી એટલાં ક્ષીણ થઈ ગયાં હતાં કે કાંઈ પણ માંદગી હવે એ સહન કરી શકતા નહિ. વળી ટાઇફોડ નામનો ઘણો ઝેરી તાવ શરૂ થયો. સ્ક્યૂટેરાઈની હોસ્પીટલમાં પુષ્કળ દર્દીઓ મૃત્યુ પામતા અને અસંખ્ય લોકો રોગના ભોગ થઈ પડતા.

હોસ્પીટલના અધિકારી વર્ગમાં પણ આ સખત તાવે દેખાવ દીધો. આઠ દાકતરો તાવમાં સપડાયા અને તેમાંના સાત તો મરી પણ ગયા. મિસ નાઇટીંગેલે પોતે બે ત્રણ દાકતરોની બરદાસ કરી.

એક પ્રસંગે તો એવું થયું કે આખી બૅરક હોસ્પીટલમાં માત્ર એકજ હોસ્પીટલ એસીસ્ટન્ટ (ઈસ્પીતાળનો માસ્તર) એવો હતો કે જે સાજો હોવાથી કાંઈ પણ કામમાં આવી શકતો, અને તેનો ખપ ચોવીસે એારડામાં પડતો. ત્રણ નર્સો પણ તાવે પડી હતી. હોસ્પીટલના અધિકારીએા અને નર્સોમાં જ્યારે તાવે પ્રવેશ કર્યો ત્યારે લેડી-ઈન-ચીફ મિસ નાઇટીંગેલનું કામ બહુ ભારે થઈ પડયું, છતાં ઘણી હિંમતથી કામનો બોજો તેમણે ઉપાડી લીધો અને એક પણ દિવસ તેમણે પાછી પાની કરી નહિ. દૃઢતા અને મનના જુસ્સાને લીધેજ આવે પ્રસંગે પણ તે ઉત્સાહથી કામ કરી શકતાં.

અત્યાર સુધી તેમની ટુકડીમાંથી કોઇ મૃત્યુને વશ થયું નહોતું પણ આ છેલ્લા સપાટામાં તો તેમની એક ઘણી જ વ્હાલી નર્સ મરણ પામી. એના મૃત્યુથી આખી ટોળીને ધણો સંતાપ થયો, પરંતુ મિસ નાઇટીંગેલે