પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

તો આ ઘા પણ ઘણી હિંમ્મતથી સહન કર્યો. સિપાઈએા, દર્દીઓ સર્વેને સરખો શેાક લાગ્યો કારણ કે એ નર્સ ઘણી જ માયાળુ હતી.

એ નર્સના મૃત્યુને થોડાક દિવસ થયા એટલામાં એક બીજી નર્સ પણુ મૃત્યુ પામી. તે બિચારી કેાલેરાનો ભોગ થઇ પડી.

એમ એક પછી એક ત્રણ ચાર નર્સ મૃત્યુ પામી. લેાકોએ સર્વને માટે ઘણી જ દીલસોજી બતાવી કારણ કે આખા લશ્કરી વર્ગને હવે તેમની કદર માલૂમ પડી હતી.

જ્યારે મે મહિનામાં રોગની શાન્તિ થઈ ત્યારે મિસ નાઈટીંગેલ સ્કયુટેરાઈથી બેલેકલેવા જવા નીકળ્યાં. લઢાઈના મુખ્ય સ્થાનમાં ઘાયલ થએલા ને માંદા સિપાઈઓની સ્થિતિ કેવી છે તે જોવાની તેમને ઘણી ઈચ્છા હતી. અને નર્સની ટુકડીના સુપરીન્ટેન્ડેન્ટ તરીકે ક્રાઈમીઆની હોસ્પીટલો તપાસવાની તેમની ફરજ હતી.

સ્કયુટેરાઈ છોડતી વખતે તેમને ઘણી જ દિલગીરી લાગી. તેમ જ ત્યાં રહેતા માણસોને પણ ઘણી જ લાગણી થઈ આવી, કેમકે કોઈને જીંદગીનો ભરૂંસો નહોતો. એ જ્યારે ફરી પાછાં આવે ત્યારે કોણ જીવતું હશે તે કોઈ જાણતું નહોતું.

આટલા છ મહિનામાં મિસ નાઇટીંગેલે જેટલી વિટંબના વેઠી હતી તેટલી ભાગ્યે જ કોઈએ વેઠી હશે. તે છતાં તેમને એટલો તો સંતોષ હતો કે તેમના આવ્યાથી દવાખાનાની વ્યવસ્થામાં ઘણો જ સુધારો થયો હતો અને સેંકડો મનુષ્યને સુખનાં સાધન આપી શક્યાં હતાં.

મે મહિનામાં તે થોડીક નર્સો, મિ. બ્રેસબ્રીજ અને મોં. સોયરની સાથે રોબર્ટલાઉ નામની આગબોટમાં બેસીને ક્રાઈમીઆ જવા ઉપડ્યાં.

આ સફર વખતે હવા ઘણી જ ખુશકારક હતી. વસંતઋતુને લીધે સર્વ રમણીય લાગતું હતું અને સમુદ્ર પણ શાન્ત હતો. મિસ નાઇટીંગેલનું મન પણ આસપાસના દેખાવથી પ્રફુલ્લિત થયું, પરંતુ તેમના