પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
પ્રકરણ ૧૨ મું.

સ્વભાવ પ્રમાણે તે વહાણ પર પણ સ્થિર બેસી ના રહ્યાં. તેમની સાથે છસો લશ્કરના સિપાઈઓ પણ હતા. અને થોડાએક લશ્કરના અધિકારીઓ પણ હતા. મિસ નાઇટીંગેલ તે સિપાઈઓની સાથે વાતચિત કરવા વહાણના નીચલા માળમાં ગયાં. ત્યાં જઈને જુવે છે તો કેટલાએક સિપાઈએા તાવે પડેલા માલૂમ પડ્યા. તેમાંનો એક સિપાઈ દવા પીવાની ના કહેતો હતો. તેને મિસ નાઇટીંગેલે પૂછયું - "ભાઈ! તું દવા પીવાની શા માટે ના કહે છે ?"

તે માણસે જવાબ દીધો - "બાઈ સાહેબ ! એક વખત મેં દવા પીધી હતી પણ તેથી ઉલટો મારો જીવ બગડી આવ્યો, ત્યાર પછી હું કોઈ દિવસ દવા નથી લેતો."

" પણ ભાઈ! હું જો મારે હાથે તને દવા તૈયાર કરી આપું તો તો તું પીશ કે નહિ ?"

તેણે કહ્યું "બાઈ! તમે આપશો તેથી કાંઈ ફેર પડવાનો છે ? "

તે છતાં તેણે દવા પીધી અને મિસ નાઇટીંગેલે તેને વાતે લગાડ્યો; તેથી તે દવાની વાત ભૂલી ગયો અને દવાએ દવાનો ગુણ કર્યો.

થોડાક દિવસમાં તે બેલેકલેવાના બારામાં પેઠાં. તે દિવસે મિસ નાઇટીંગેલ આવવાનાં છે એ વાત બધાના જાણવામાં અાવી હતી. તેથી સેંકડો લેાક તેમને જોવાને બારામાં આવ્યાં હતાં. તેમના વહાણે જેવું લંગર નાંખ્યું કે બેલેકલેવાની હોસ્પીટલના મુખ્ય અધિકારી અને બીજા દાક્તરો તેમને મળવાને આવ્યા. થોડીવાર પછી લશ્કરનો કમાન્ડર-ઈન-ચીફ તેમને મળવા આવ્યો. તે વખતે તો તેમણે હોસપીટલ તપાસવાનું કામ શરૂ પણ કરી દીધું હતું.

બીજે દિવસે તે પોતે કમાન્ડર સાહેબને ઘોડાપર બેસીને મળવા ગયાં. તે છાવણીમાં ફરતાં તે લોકેાની નજર ચુકાવવાને છુપા વેશમાં જ ફરતાં