પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
પ્રકરણ ૧૨ મું.

લોકો એટલા જોરથી હર્ષની બૂમો પાડતા હતા કે મિસ નાઇટીંગેલના ઘેાડાએ તોફાન કરવા માંડયું અને જ્યાં સુધી લોકો શાંત થયા ત્યાં સુધી એક માણસે તેને દોરીને ચલાવ્યેા.

સીબેસ્ટપોલની ફ્રેંચ અને ઈંગ્લીશ છાવણીમાં ફર્યા પછી જે કિલ્લાને ઘેરો ઘાલ્યો હતો તે જોવા સર્વ ગયાં, સારી જગ્યા ખેાળીને બધાં ઉભાં રહ્યાં. ત્યાં બંદુકના બહાર થતા હતા.

એટલામાં એક દરવાને આવીને કહ્યું કે ત્યાંથી સર્વ ઉતરી જાઓ તો સારૂં કેમકે કોઈ લેાકને ઉભેલા ત્યાં જોશે તો શત્રુઓ તેમના તરફ બંદૂક ફોડશે. મિસ નાઇટીંગેલ જરા આઘે જઈને ઉભા.

ત્યાંથી સર્વ નિરીક્ષણ કર્યા પછી એથી પણ વધારે ધાસ્તી ભરેલી જગ્યાએ જવાની મિસ નાઇટીંગેલે ઈચ્છા બતાવી. પેલો દરવાન તો બિચારો ગભરાઈ ગયો. તેણે કહ્યું કે "બાઈ સાહેબ ! પરમેશ્વર ના કરે ને તમને જો કાંઈ થાય તો મારૂં નામ બદનામ ના કરશો. હું તો આ સર્વ સાહેબની સાક્ષી લઈને કહીશ કે મેં તો પહેલેથી ચેતાવ્યાં હતાં."

મિસ નાઇટીંગેલે તેને જવાબ દીધો કે "ભાઈ, મારા મોં આગળથી તો કાંઈ સેંકડો માણસો મરી ગયાં છે, મને કાંઈ મોત જોવાની નવાઈ નથી અને તેથી જ હું મૃત્યુથી બ્‍હીતી નથી."

છેવટ આ ટુકડી સીબેસ્ટેપોલનો ઘેરો જોવાને તોપખાના આગળ આવી પહોંચી ત્યાં મોં. સોયરની ઈચ્છાથી એક ઉંચી ટેકરી ઉપર મિસ નાઇટીંગેલ ચઢ્યાં. એ જગ્યા એટલી ઉંચી અને મધ્ય ભાગમાં હતી તેની તેમને કાંઈ જ ખબર નહોતી. જેવાં તે મધ્ય ટોચ ઉપર ચઢીને સ્વસ્થ થયાં કે સર્વ તેમના ગુણનાં વખાણ કરીને હર્ષના પોકાર કરવા લાગ્યાં. દૂરથી લશ્કરના સિપાઈઓએ પણ તેમને ઓળખ્યાં, અને તે લોકો પણ હર્ષની બુમો પાડવા લાગ્યા - એટલે સુધી કે સીબેસ્ટેપોલમાં રશીઅનો ગભરાયા.