પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

છેક સંધ્યાકાળે મિસ નાઇટીંગેલ પાછાં ફર્યા. ધણી જ ઝડ૫થી ઘેાડા દોડાવવા માંડ્યા તે છતાં અંધારૂં થઈ ગયું. રસ્તો એટલો સાંકડો અને ઉભેા હતેા કે ઘેાડા સરી પડવાની બીક લાગી. અને તેથી એક સ્વાર પોતાના ઘોડા ઉપરથી ઉતરીને મિસ નાઈંટીગેલનો ઘેાડો દોરીને ચાલવા મંડયો. ચાલતાં ચાલતાં તેમના ઘોડાએ તે સ્વારના માથામાં ઘણા જેારથી માથું માર્યું. તેને વાગ્યું તે ઘણું જ અને લોહી પણ પુષ્કળ વહી ગયું; પણ મુકામે પહોંચતાં સુધી તે મુંગોજ રહ્યો અને કેાઈને ખબર પડવા દીધી નહિ. બેલેકલેવાની હોસ્પીટલમાં પહોંચ્યાં ત્યારે ફ્લૉરેન્સ નાઇટીંગેલને જાણ થતાં પોતે જ તેનો ઘા ધોઈ નાંખ્યો અને તેના ઉપર પાટો બાંધ્યો.