પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
પ્રકરણ ૧૩ મું.


પ્રકરણ ૧૩ મું.


આગલા દિવસની મુલાકાતનો અત્યંત શ્રમ પહોંચ્યો હતો, અને તબિયત જરા નાદુરસ્ત હતી તે છતાં બીજે દિવસે મિસ નાઇટીંગેલ બેલેકલેવાની 'જનરલ હોસ્પીટલ' જોવા ગયાં, તેમની સાથે મોં સોયર પણ ગયો હતો. ત્યાં તેમને ચાર પાંચ કલાક થયા. ત્યાંથી પછી થોડેક દૂર (જરા સાજા થયેલા પણ અશક્ત માણસોને રહેવાની જગ્યા ) એક સેનેટેરીઅમ હતું તે જોવા ગયાં. તે વખતે તડકો બહુ જ થઈ ગયો હતો અને ચાલવાથી શ્રમ પણ ઘણો લાગ્યો. સેનેટેરીઅમ તરફ જતાં રસ્તામાં એક ઝૂંપડીમાં એક લશ્કરી અમલદાર માંદો હતો તેને જોતાં ગયાં. બેલેકલેવા પાછાં આવ્યા પછી બીજે દિવસે સેનેટેરીઅમમાં ત્રણ નર્સોને કામે વળગાડી અને પેલા માંદા થએલા અમલદારને જોઈ આવ્યાં. ત્યાર પછીથી દરરોજ તે હોસ્પીટલ તપાસવા નિયમસર જતાં એટલામાં એક દિવસે એમને સખત તાવ ચઢી આવ્યેા. ક્રાઈમીઆમાં ચાલતો ઘણી જ ખરાબ જાતનો તાવ હતો એમ દાક્તરોએ કહ્યું અને તેમને તાકીદે સેનેટેરીઅમમાં લઈ જવાની સલાહ આપી.

તેમને એક સારી મંચીલમાં બેસાડીને ઘણું સંભાળથી ત્યાં લઈ જવામાં આવ્યાં. તેમની બિમારીને લીધે સર્વે ઘણાં જ ગભરાયાં. તેમની પોતાની એક ખાનગી નર્સને સાથે રાખી એક જણે તેમને તડકો ના લાગે માટે છત્રી ધરી અને તેમનો એક નિમકહલાલ નહાનો છોકરો નોકર તેમની આગળ રડતો રડતો ચાલતો હતો. રસ્તે જતાં એટલી ભીડ નડી કે લગભગ એક કલાક મુકામે પહોંચતાં થયો. એક નહાની નદીની પાસે નહાનું સરખું મકાન રાખવામાં આવ્યું. ત્યાં થોડા દિવસ મિસ નાઇટીંગેલે ઘણી ભયંકર માંદગી ભોગવી. દાક્તરોએ અને તેમની નર્સે ધણી જ કાળજીથી તેમની સેવા ઉઠાવી. સ્ક્યુટેરાઈમાં અત્યંત મહેનત, કાળજી અને ઉજાગરા વેઠયાં