પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

તેના પરિણામે જ આ તાવમાં તે એકદમ સપડાઈ ગયાં.

લોકો એટલી ચિંતામાં હતા કે જરાક તેમની તબિયત વધારે બગડે કે ગભરાટ ફેલાવતા. એક વખત તો એવી પણ અફવા ઉડી કે મિસ નાઇટીંગેલને તો અંતનો શ્વાસ ચાલે છે. આવી અફવા સ્ક્યુટેરાઈની બૅરૅક હોસ્પીટલમાં ચાલી ત્યારે તો ત્યાં રડારડ થઈ રહી. દર્દીઓને સાજા માણસ સર્વેને સરખો શોક થયો. વખત જતાં લંડનમાં પણ આ ગપ પહોંચી અને તે વખતના વર્તમાનપત્રો ઉપરથી જણાય છે કે સર્વ લેાકેાને મિસ નાઇટીંગેલ માટે ઘણો જ ભક્તિભાવ બતાવ્યો.

ભાગ્ય જોગે થોડા વખતમાં માઠા સમાચારનો સંશય દૂર થયો; અને મિસ નાઇટીંગેલની તબિયતમાં સહેજ સુધારો માલુમ પડવા માંડ્યો; અને આ અમુલ્ય જીવન બચશે એવી આશા પડવા લાગી.

મિસ નાઇટીંગેલના મંદવાડની કમાન્ડર સાહેબને ઘણી જ ચિંતા હતી, અને જ્યારે તેમને મળવા જવાની દાકતરેાએ છુટ આપી ત્યારે તરત જ તે તેમને જોવાને ગયા.

મિસ નાઇટીંગેલને બાર દિવસે તાવ ઉતર્યો. ત્યાર પછી દાક્તરોએ તેમને એવી સલાહ આપી કે જરા કૌવત આવે એટલે તેમણે એકદમ ઈંગ્લંડ જવું. આ બાબતની તો તેમણે ચોખ્ખી ના કહી, કેમકે તેમને લાગ્યું કે મારૂં કામ હજી પરિપૂર્ણ થયું નથી, અને આ જગ્યા છોડીને મારાથી જઈ શકાય જ નહિ તેમને લાગ્યું કે વખત જતાં તબિયત તો ત્યાં રહીને પણ સુધરશે. પરંતુ એટલા વખતમાં તેમણે સ્કયુટેરાઈ પાછા જવાની ઈચ્છા બતાવી તે ઉપરથી તેમને ઘણી જ સંભાળથી મોકલવામાં આવ્યાં તેમની સાથે એક દાક્તર, તેમની નર્સ, મોં સોયર, અને મિ. બ્રેસબ્રીજ એટલાં હતાં.

નીકળતાં પહેલાં કમાન્ડર સાહેબને મળ્યાં પરંતુ તે વખતે કાંઈ કોઈને ખબર નહોતી કે થોડા વખતમાં તે ભલો કમાંડર રણસંગ્રામમાં મૃત્યુ પામશે.