પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
પ્રકરણ ૧૩ મું.

આ ભલો કમાંડર તેમને હમેંશ માન આપતો અને તેમની સર્વ સૂચનાઓ લક્ષમાં રાખતો. સરકારમાં પણ તેમને માટે તેણે ઘણાં લખાણ લખ્યાં હતા, અને હંમેશ તેમની કાળજી રાખતો.

લગભગ એક મહિના પછી મિસ નાઇટીંગેલ પાછાં સ્ક્યુટેરાઈ આવી પહોંચ્યાં. તેમના સર્વ મિત્રોએ તેમને અંતઃકરણપૂર્વક આવકાર આપ્યો. સ્કયુટેરાઈમાં એક સારા હવાવાળા મકાનમાં રહેવાથી તેમની તબિયત જલદીથી સુધરી ગઇ.

ઈ. સ. ૧૮૫૫ ના સપ્ટેંબર મહિનાની ૮મી તારીખે સિબેસ્ટેપોલનો કિલ્લો ઈંગ્લીશ લોકોએ જીતી લીધો, ઘણીજ ઝનુની લડાઈ થઈ પણ છેવટ ઈંગ્રેજી સરદારોનો જય થયો. સર્વેએ આ ખબર હર્ષથી વધાવી લીધી, લંડનમાં પણ સર્વત્ર આનંદ ફેલાયો, અને સર્વેએ આનંદોત્સવમાં ભાગ લીધો.

વિકરાળ વિગ્રહનો અંત આવ્યો ને શાંતિનો વાસ શરૂ થયો.

યોદ્ધાઓને માટે જયનાદ થતા હતા તે સર્વમાં ફ્લૉરેન્સ નાઈટીંગેલનો જય પુકારવામાં કેાઈ ચુકતું નહિ. ઇંગ્લંડની આખી પ્રજા આ અનુપમ સ્ત્રીને આવકાર દેવાને ઉત્સુક થઈ રહી હતી. પરંતુ એ સુશીલ બાઈને કોઈપણ પ્રકારનો ભપકો પસંદ નહોતો. તેમજ હજી સ્કયુટેરાઈમાં તેમનું કામ અધુરૂં હતું. સંગ્રામ પૂરો થયો પરંતુ તેમાં ઘાયલ થએલા સિપાઈઓ તો હજી હોસ્પીટલમાંજ હતા. અને જયાં સુધી ત્યાં રહેવાની અગત્ય લાગી ત્યાં સુધી ઘેર જવાનો વિચાર સરખો પણ તેણે કર્યો નહિ.

પરંતુ નામદાર મહારાણી સાહેબ તેમ જ બીજી સર્વ ગૃહસ્થની સ્ત્રીઓ તેમની ઉપકારવૃત્તિ પ્રદર્શિત કરવાને ઘણાં જ ઉત્સુક થઇ ગયાં હતાં. તેમને કેવા પ્રકારનો બદલો પસંદ પડશે તે વિષે મિ. અને મિસીસ સિડની હર્બર્ટની સલાહ પુછી ત્યારે મિસીસ હર્બર્ટ નીચે પ્રમાણે ઉત્તર મોકલ્યો.