પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
પ્રકરણ ૧૩ મું.


આ કાર્યની શરૂઆત કરવાને કમીટિ તરફથી એક મેાટી સભા ભરાઈ તેમાં સર્વેએ મિસ નાઇટીંગેલના મહાન કાર્યની ઘણી સ્તુતિ કરી. સિપાઈ વર્ગને તેમને માટે કેટલી અથાગ ઉપકારવૃત્તિ હતી તે કહી સંભળાવ્યું અને ત્યાર પછી પૈસા ઉઘરાવવાની શરૂઆત કરી. તેની તે જગ્યાએ વીસ હજાર પાઉન્ડ એકઠા થઈ ગયા.

દરેક મોટાં શહેરમાં આ ફંડને મદદ આપવાને સભાઓ થઈ અને સર્વે ઠેકાણેથી ઘણી સારી મદદ મળી. આપણા દેશમાંથી પણ તે ફંડની મદદ માટે નાણાં મોકલવામાં આવ્યાં હતાં. ફ્લૉરેન્સ નાઇટીંગેલના નામને ચારે દિશાએથી જેટલું માન મળ્યું છે એટલું બીજા કોઈને જવલ્લેજ મળ્યું હશે.

દરેક વર્ગનાં સ્ત્રી પુરૂષોએ આ ફંડને માટે નાણાં એકઠાં કરવાનો પ્રયાસ કર્યો. કાંઈ નાટકો, પ્રયોગ, સંકીર્તન વિગેરે કરીને ટીકીટો કહાડીને પૈસા એકઠા કર્યા. સૌથી વધારે મદદ લશ્કરના અમલદારોએ કરી.

ઇંગ્લંડમાં જયારે આવી રીતે નાઇટીંગેલને માટે ફંડ એકઠું થતું હતું અને તેમની સ્તુતિઓ ગવાતી હતી ત્યારે તે પોતે તો સ્ક્યુટેરાઈમાં રહીને કામ કરતાં હતાં. માંદા સિપાઈઓ તો હોસ્પીટલમાં હતા જ, પરંતુ એક નહાનું લશ્કર પણ ક્રાઈમીઆની સલામતી માટે રાખવામાં આવ્યું હતું. એકદમ લડાઈનો ઉદ્યમ બંધ થઈ ગયો તેથી આ સિપાઈઓ વ્યસનમાં કાળ ના ગાળે તે માટે સાવચેતી લેવાની ઘણી જ જરૂર હતી અને તે કામ મિસ નાઇટીંગેલ બરાબર સમજતાં હતાં.

જયારે તેમની તબિયત બરોબર સુધરી ત્યારે તે સ્ક્યુટેરાઈથી પાછાં ક્રાઈમીઆ ગયાં. ત્યાં બે નવી હોસ્પીટલો નીકળી હતી, ત્યાં નર્સોની એક ટુકડી નીમી. અને નર્સના ખાતાનું ઉપરીપણું પોતે લીધું. ત્યાં તેમને રહેવાંનું એક નહાનું સરખું ઘર હતું. ત્યાં ઠંડી તેમ જ વરસાદથી રક્ષણ કરવાનું કંઈ યોગ્ય સાધન નહોતું; પણ તેમની કર્તવ્ય બુદ્ધિ એવી તીક્ષ્ણ હતી કે કાંઈ પણ ખામી કે અગવડની દરકાર કરી નહિ. પોતે જો કે પ્રોટેસ્ટન્ટ પંથનાં