પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
પ્રકરણ ૧૩ મું.

ઓને બીજો કાંઈ ઉદ્યમ નહાતો પણ ત્યાં રહેવાની ફરજ પડી હતી. તેમની તન અને મનની કેળવળી ઉપર લાગેલું હતું. તે લોકેાને માટે શીખવાના વર્ગ સ્થાપ્યા. નાની નાની લાયબ્રેરીઓ કહાડી, તેમાં ઈંગ્લાંડના તેમના મિત્રોએ ચોપડીઓ અને વર્તમાનપત્રો મોકલી આપ્યાં. નામદાર રાણી સાહેબે સાહિત્યની ચોપડીઓ મોકલી. તે સર્વનો ઉપયોગ સિપાઈઓ પુષ્કળ કરતા હતા અને સર્વ ઘણી સભ્યતાથી અને અદબથી વર્તતા હતા. સ્કુયુટેરાઈમાં અને ક્રાઈમીઆમાં વડા અમલદારોએ વિવિધ વિષયો ઉપર ભાષણો આપવા માંડયાં અને ધર્મગુરૂઓએ પણ તેમાં ભાગ લેવા માંડયો. મિસ નાઇટીંગેલને આવો ઉત્સાહ જોઈને ઘણો સંતોષ થયો, તે ઉપરાંત સિપાઈઓને દારૂ વિગેરે વ્યસન લેવાની ટેવ ના પડે તે માટે જુદી ક્લબો અને ઉપહારગૃહ (વીશીઓ) કહાડી.

મંદવાડ વખતે તે લોકોના તનની સેવા કરી અને હવે નવરાશના વખતમાં તેમની માનસિક અને નીતિની ઉન્નતિ કરવાને પ્રયાસ આ ભલી બાઈએ કર્યો.

સિપાઈઓ પોતાનાં છોકરાં, માતાપિતા તરફ બેદરકારીથી ના વર્તે તે માટે પ્રથમથી તેમનાં કુટુંબ સાથે પત્રવ્યવહાર રાખવાની છૂટ આપેલી હતી, અને હવે સર્વેને લખવાનાં બધાં સાધનો મિસ નાઇટીંગેલે અપાવ્યાં. જયારે લડાઈ ચાલતી હતી ત્યારે તો મિસ નાઇટીંગેલની મારફતે જ બધા કાગળો જતા. ઘણીવાર તેમને પોતાને જ સિપાઈઓના મરણના સમાચાર મોકલવા પડતા. તે સર્વેમાં દુઃખી થએલાં કુટુંબો માટે ઘણી જ દયા અને દીલસોજી બતાવતાં. અનાથ વિધવાઓને ધીરજ આપતાં, સરકાર તરફથી પેન્શનના પૈસા કેાની પાસે માગવા, કેવી રીતે માગવા, એ સર્વ બરોબર તેમને બતાવતાં.

વળી એક બીજી યોજના એવી કરી હતી કે જેથી સિપાઈઓ પોતાના પગારના પૈસા પોતાના કુટુંબમાં મોકલી શકતા. તે પોતે સિપાઈઓ પાસે