પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
પ્રકરણ ૧૫ મું.


ક્રાઈમીઆથી પાછાં આવીને જયારે મિસ નાઈટીંગેલથી ફરી હરી શકાયું નહિ ત્યારે તેમણે પોતાનાં લખાણોથી જન સમૂહને મદદ કરવા માંડી; હોસ્પીટલોમાં સુધારા કરવાની અગત્ય, માંદાની માવજત અને ઘરની અારોગ્યતા એ વિષયો ઉપર કેટલાએક નિબંધો લખ્યા.

તેમનાં લખાણો ઘણાં સરળ અને લેાકેાપયેાગી છે. શીખામણની વાત જેવાં તેમનાં લખાણો નથી પરંતુ લોકના મનપર ઉંડી અસર કરે એવાં છે.

એમનું 'નર્સીંંગ' ઉપરનું પુસ્તક તો દરેક સ્ત્રીને વાંચવા લાયક છે. બાળકોને ઉછેરવામાં, માંદાની માવજત કરવામાં તે ઘણુંજ ઉપયોગી થઈ પડે એવું છે. આ વિષયમાં આપણા લોકોમાં ઘણું જ અજ્ઞાન જોવામાં આવે છે, તેથી માંદાં માણસને ઘણીવાર નુકશાન થાય છે, તાજી હવાની, સૂર્યના પ્રકાશની, ગરમીની કેટલી અગત્ય છે, મંદવાડનાં બીછાનાં આગળ શાન્તિની કેટલી જરૂર છે, કેવા પ્રકારનો ખોરાક માંદા માણસને આપવો જોઈએ એ બાબતો જાણવાની સર્વ સ્ત્રીઓને સરખી અગત્ય છે. છોકરીઓને ભૂગોળ, ખગોળ શીખવાની જેટલી જરૂર છે તેના કરતાં શારીરિક નિયમો જાણવાની ઘણી વધારે અગત્ય છે. આપણી સ્ત્રીઓ શરીરની બરદાસ કરતાં શીખશે તો જ છોકરાં તંદુરસ્ત રહેશે, ને તો જ આપણી પ્રજા સુધરશે. એકવાર તંદુરસ્તી ખરાબ થઈ એટલે ગમે તેટલો પૈસો ખરચશો પણ તે હાથમાં આવશે નહિ.

માંદગી વખતે જે જે સાવચેતી રાખવાની ખાસ અગત્ય છે તેને માટે થોડી સામાન્ય સુચનાઓ મિસ નાઇટીંગેલે એમના પુસ્તકમાં આપી છે, તેમાંની થેાડી નીચે પ્રમાણે છે.

૧. હોસ્પીટલમાં તેમજ ખાનગી ઘરોમાં જ્યારે ભારે મંદવાડ હોય ત્યારે બનતા સુધી એકને એક માણસને માથે બરદાસનો બોજો ના