પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

રાખવા જોઈએ. આ વાત ઘણી જ જરૂરની છે; કેમકે થાકીને કામથી કંટાળી ગએલું માણસ તદ્દન નિરૂપયોગી છે. આખા દિવસ જેને કામ પડે તેને સ્વાભાવિક રીતે આરામ જોઈએ જ. તેમ જ દર્દીને એકલો પણ રહેવા દેવાય નહિ, માટે વારાફરતી બે જણ ચાકરી કરનાર જાઇએ.

૨ દર્દીની પાસે ઘણો ખખડાટ કે અવાજ થવા દેવો ના જોઇએ. જે દર્દીની બરદાસ કરતું હોય (નર્સ ) તેણે એવી રીતનાં કપડાં લતાં પહેરવા કે ઓરડામાં મૂકેલા સામાનમાં ભરાઈ ના જાય ને જેથી સામાન પડી ના જાય અને ખખડાટ ના થાય. ભારે માંદગી વખતે સહેજ પણ અવાજથી દર્દી ચમકી ઉઠે છે ને કોઈ વખત એવા અવાજથી જીવને ઈજા થાય છે. દર્દીના એારડામાં ચાલવું પણ એવી રીતે કે જેથી ૫ગલાનો અવાજ સંભળાય નહિ.

કપડાં સ્વચ્છ, અને સાદાં પહેરવાં, એારડામાં ઘણી ઉઠબેસ કરવી નહિ. દર્દીની સાથે વાત કરતી વખતે હાથના ચાળા બહુ કરવા નહિ. જેમ બને તેમ જે કહેવું હોય તે થોડા શબ્દોમાં કહી દેવું અને તે પણ શાંતપણે કહેવું અને મન દૃઢ રાખવું.

૩ દર્દીના ઓરડામાં સુંદર શોભિતી વસ્તુઓ, વિધવિધ જાતની વસ્તુઓ, અને ચિત્ર વિચિત્ર રંગની વસ્તુઓ રાખવામાં આવે તો તેથી દર્દીના મન ઉપર કાંઈ આશ્ચર્યકારક અસર થાય છે. એવા ઉપાયો ઘણીવાર દર્દીના દુઃખમાં ઘટાડો કરે છે, અને કાંઈ નહિ તો એટલું તો થાય છે કે તેમનાં મન પ્રફુલ્લિત રહે છે. વાતચીત કર્યા કરતાં એવી વસ્તુઓથી દર્દીનું મન રંજન વધારે થાય છે; અને તેટલી ઘડી તો તે પોતાનું દુઃખ ભુલી જાય છે અને મન સ્વસ્થ રહે છે.

પણ તેમાં એક વાત લક્ષમાં રાખવાની છે. વસ્તુઓ બતાવવી તે બધી સાથે લાગી બતાવવી નહિ–વધારો ધટાડો કરવો. તે એકદમ ના