પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
મિ. લેલીને પત્ર


હતું. આખરે વહાણ લંડન જવાને નીકળ્યું. ચોવીસ કલાકમાં અમે લંડન પહોંચી ગયા, અને સ્ટીમર છોડી ૧૮૮૮ની સાલના ઓકટોબર માસની ૨૮મી તારીખે બપોરે ચાર વાગ્યે ટિલબરી સ્ટેશન થઈને વિકટોરિયા હોટલમાં પહેાંચી ગયા,

૨૮मी ओक्टोबर, १८८८ शनिवारथी २३मी नवेम्बर, शुक्रवार.

મિ. મજમુદાર, મિ. અબદુલ મજીદ અને હું વિક્ટોરિયા હોટલે પહોંચ્યા. મિ. અબદુલ મજીદે ઘણા રુઆબથી વિકટોરિયા હોટલના દરવાનને અમને લઈ આવનાર ગાડીવાળાને રીતસરનું ભાડું આપી દેવાને જણાવ્યું, મિ. અબદુલ મજીદને પોતાને વિષે ઘણો ઊંચો ખ્યાલ હતો, પણ મારે અહીં નોંધવું જોઈએ કે તેમનો પહેરવેશ કદાચ દરવાનના પહેરવેશ કરતાંયે બદતર હતો. તેમણે સામાનની પણ પરવા ન કરી અને લાંબા વખતથી લંડનમાં રહેતા હોય તેવી અદાથી હોટલમાં પગ મૂકયો. હોટલના ભપકાથી હું છેક અંજાઈ ગયો. આવો ભપકો મારી જિદગીમાં મેં જોયો નહોતો. મારું કામ માત્ર ચૂપચાપ મારા બે મિત્રોની પાછળ પાછળ જવાનું હતું. આખીયે હોટલમાં વીજળીના દીવા હતા અમને એક ઓરડામાં દાખલ કરવામાં આવ્યા. મિ. મજીદ તેમાં એકદમ ગયા. મેનેજરે તેમને એકદમ પૂછયું, તમે બીજા માળ પર રહેવાનું પસંદ કરશો કે? પોતાના મોભાને શોભે નહીં એમ ગણીને મિ. મજીદે ભાડા વિષે પૂછયા વગર હા કહી કે બીજે માળે ફાવશે. મેનેજરે અમને દરેક જણને રોજના ૬ શિલિંગના ભાડાનું બિલ આપ્યું અને અમારી સાથે નોકરને મોકલ્યો. આખો વખત મને મનમાં ને મનમાં હસવું આવતું હતું. બીજે માળે અમારે લિફટમાં જવાનું હતું. મને લિફટ શું તેની ઝાઝી ખબર નહોતી. નોકરે કશાકને પોતાની આંગળી અડકાડી અને હું સમજયો કે એ બારણાનું તાળું છે પણ પાછળથી મને જાણવા મળ્યું કે એ ઘંટડીનું બટન હતું અને તેણે તે વેઇટરને લિફટ નીચે લાવવાનું જણાવવાને વગાડી હતી. બારણાં ઉઘાડવામાં આવ્યાં અને હું સમજ્યો કે એ ઓરડામાં અમારે થોડો વખત બેસવાનું છે. પણ મારા ભારે અચંબા વચ્ચે અમને બીજે માળે પહોંચાડી દેવામાં આવ્યા.

[અધૂરું]

[મૂળ અંગ્રેજી]



૫. મિ. લેલીને પત્ર

[૧]

લંડન,


ડિસેમ્બર, ૧૮૮૮


વહાલા સાહેબ,

આપને મારે મળવાનું થયેલું ત્યારે આપે મને કહેલું કે ચિઠ્ઠી હું સાચવી રાખીશ. તે ચિઠ્ઠી જોશો એટલે આપ મને ઓળખી શકશો.

તે વખતે મારાથી ઇંગ્લંડ જવાનું બની શકે તેના સાધન તરીકે થોડી નાણાંની મદદ આપવાની મેં આપને વિનંતી કરેલી; પણ કમભાગ્યે આપ બહાર જવાની ઉતાવળમાં હતા; તેથી મારે આપને જે કહેવું હતું તે કહેવા જેટલો વખત મને મળ્યો નહોતો.

  1. ગાંધીજીએ પાતાના વડીલ ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને મિ. લેલી પર લખવાના પત્રનો મંજૂરીમાટે મેકલાવેલો મુસદ્દો.