પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ગાંધીજીનો અક્ષરદેહ

ધર્મ તેને મદ્યાર્કનો કોઈ પણ રૂપે ઉપયોગ કરવાની સખત મનાઈ ફરમાવે છે; અને છતાં અફસોસની વાત છે કે સરકાર જાણે કે મદ્યાર્કવાળાં પીણાંઓનો ફેલાવો અટકાવવાને બદલે તે ફેલાવવાના ગુનાને પ્રોત્સાહન આપે છે ને સહાય કરે છે. બીજાં સર્વ સ્થળોની જેમ હિંદમાં પણ એથી ગરીબ લોકોને વધારેમાં વધારે સોસવાનું આવે છે. પોતે જે કંઈ થોડી રોજી કમાય છે તે સારો ખોરાક અને બીજી જરૂરિયાતો ખરીદવામાં વાપરવાને બદલે દારૂ જેવાં મદ્યાર્કવાળાં પીણાંઓ ખરીદવામાં તે વાપરી નાખે છે એ કમબખ્ત ગરીબ માણસને જ દારૂ પીને પોતાની જાત પર દુ:ખ તેમ જ અકાળ મૃત્યુ વહોરી લેવાને માટે પોતાના કુટુંબને ભૂખે મારવું પડે છે અને પોતાનાં બાળકો હોય તો તેમને સંભાળવાની ટ્રસ્ટરૂપી પવિત્ર ફરજનો ભંગ કરવો પડે છે. અહીં એટલું કહેવું જોઈએ કે બૅરો મતવિભાગના પાર્લમેન્ટના માજી સભ્ય મિ. કેઈને એ અનિષ્ટના ફેલાવાની સામે જે પ્રશંસનીય લડત હજી નીડરપણે ચાલુ રાખી છે તે સારુ તેમને ધન્યવાદ ઘટે છે; પણ ગમે તેવા શક્તિશાળી એકલદોકલ માણસનું જોર હૈયાસૂની ઊંઘતી સરકારની નિષ્ક્રિયતાની સામે કેટલુંક ચાલવાનું હતું!

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૧-૨-૧૮૯૧

હિંદમાં શાકાહારીઓ કોણ છે અને સામાન્યપણે તે લોકોનો આહાર શું હોય છે તે જાણી લીધા પછી નીચે આપવામાં આવેલી હકીકતો પરથી વાચક શાકાહારી હિંદુઓના શરીરના બંધારણની કમજોરી અંગે કેટલાક લોકો તરફથી આગળ ધરવામાં આવતી દલીલો કેવી પોકળ અને પાયા વગરની છે તેનો નિર્ણય બાંધી જ શકશે.

હિંદી શાકાહારીઓને વિષે એક એવી વાત વારંવાર કહેવામાં આવે છે કે તે બધા શરીરના બહુ નબળા હોય છે અને તેથી શાકાહારના સિદ્ધાંતનો શરીરબળની વાત સાથે મેળ ખાતો નથી.

હવે, હિંદમાં સામાન્ય રીતે શાકાહારીઓ હિંદી માંસાહારીઓ કરતાં વધારે મજબૂત નહીં તોયે તેમના જેટલા જ અને વળી અંગ્રેજોના જેટલા પણ મજબૂત છે એવું સાબિત કરી શકાય અને વધારામાં એવું પણ બતાવી શકાય કે જયાં નબળાઈ છે ત્યાં તેનું કારણ નિરામિષાહાર નથી પણ બીજાં ઘણાં છે તો જેના પર ઉપરની દલીલ ઊભી કરવામાં આવી છે તે આખુંયે માળખું ભાંયભેગું થઈ જાય છે.

શરૂઆતમાં જ સ્વીકારવું જોઈએ કે સામાન્યપણે હિંદુઓ નબળાં શરીરને માટે નામીચા થયેલા છે; પણ પૂર્વગ્રહ વગરનો કોઈ પણ માણસ જે માંસાહારી હોય અને જે હિંદને તેમ જ તેના લોકોને માત્ર ઉપર ઉપરથી જાણતો હોય તે પણ તમને કહેશે કે બહુ ગવાયેલી આ કમજોરીને માટે સતત કાર્ય કરતાં બીજાં અનેક કારણો જવાબદાર છે. એમાંનું સૌથી મહત્વનું એક જ નહીં તોયે મહત્વનાં પૈકીનું એક કારણ બાળલગ્નનો કમનસીબ રિવાજ અને તેની સાથેનાં બીજાં અનિષ્ટો છે. સાધારણ રીતે બાળકો નવ વરસની ઘણી મોટી ઉંમરે પહોંચી જાય એટલે તેમના પર લગ્નની બેડીનો ભાર લાદવામાં આવે છે! ઘણા દાખલાઓમાં તો એથી પણ નાની ઉંમરે તેમને પરણાવવામાં આવે છે અને કેટલાક દાખલાઓમાં તો જન્મ થાય તે