પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ગાંધીજીનો અક્ષરદેહ

દેખાવમાં કંગાળ હોય છે ખરાં અને ઘણી વાર તો બારીઓ વગરનાં હોય છે છતાં હવાને રોકી રાખનારાં હોતાં નથી. અણઘડ રીતે બાંધેલાં એ છાપરાંનાં બારણાં પવન અથવા વરસાદનાં ઝાપટાંની સામે નહીં પણ ચોરની સામે બચાવમાં મૂકવામાં આવે છે, આ બધું સાચું પણ એ છાપરાંઓમાં સુધારાને ઘણો અવકાશ છે એ વાતનો ઇન્કાર થાય એવું નથી.

સારી સ્થિતિના ભરવાડની રહેણીકરણી આવી હોય છે. તે ઘણી રીતે આદર્શ છે. તેની ટેવો ફરજિયાત નિયમિત હોય છે, પોતાનો ઝાઝો વખત તે ઘર બહાર ગાળે છે, બહાર ફરતાં ફરતાં તેને તાજામાં તાજી હવા સહેજે મળે છે, તેને જરૂરી કસરત મળી રહે છે, સારો પૌષ્ટિક આહાર મળે છે અને જોકે છેલ્લી ગણાવેલી વાત હોવા છતાં મહત્વમાં છેલ્લી નહીં એવી શરીરની નબળાઈના કારણરૂપ થનારી ઘણી ફિકરચિંતામાંથી તે મુક્ત હોય છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૭-૩–૧૮૯૧

આપણા ભરવાડની રહેણીમાં જે એક ખામી જોવાની મળે છે તે એ છે કે તે રોજ નાહતો નથી. ગરમ આબોહવામાં સ્નાન ઘણું ઉપયોગી હોય છે. એક બાજુથી એક બ્રાહ્મણ દિવસમાં બે વાર સ્નાન કરશે, વૈશ્ય એક વાર કરશે તો બીજી બાજુથી ભરવાડ અઠવાડિયે એક વાર નાહશે. અહીં હું ફરી એક વાર થોડું વિષયાન્તર કરી એક હિંદી કેવી ઢબે સ્નાન કરે છે તે સમજાવી લઉં. સામાન્ય રીતે તે પોતાના કસબાની પાસેથી વહેતી નદીમાં સ્નાન કરે છે પણ નદીએ જવાનું તેને આળસ હોય, અથવા પાણીમાં ડૂબી જવાની બીક હોય, અથવા તેના ગામ પાસે નદી ન હોય તો તે ઘર આગળ નાહી લે છે. બાથનું ટબ અથવા જેમાં પડીને સ્નાન કરી શકાય એવું વાસણ તે, રાખતો નથી. પાસે રાખેલી એક મોટી પાણીની કૂંડી- માંથી કળશા વડે તે પાણી લઈ શરીર પર રેડે છે કેમ કે તેનું માનવું એવું હોય છે કે બંધિયાર પાણીમાં પડીને નાહવાથી પાણી અપવિત્ર થાય છે અને પછી વપરાશને લાયક રહેતું નથી. એ જ કારણસર તે બેસિન અંથવા કૂંડામાં પોતાના હાથ ધોતો નથી પણ કોઈકની પાસે હાથ પર પાણી રેડાવે છે અથવા બન્ને હાથ વચ્ચે લોટો પકડી જાતે પાણી રેડી લે છે.

પણ પાછા આપણી મૂળ વાત પર આવીએ. ઓછું નાહવાથી આપણા ભરવાડની તંદુરસ્તી પર માઠી અસર થતી હોય એવું લાગતું નથી, પણ બ્રાહ્મણ પોતાનાં રોજનાં બે સ્નાન કરવાનું એક જ દિવસ માંડી વાળે તો તેને ઘણી બેચેની થયા વગર રહે નહીં, અને એથીયે વધારે દિવસ સુધી તેને સ્નાન કરવાનું ન મળે તો તે ખરેખર માંદો પડી જાય એ ઉઘાડું છે.

હું ધારું છું કે જે ઘણી વાતનો બીજી રીતે ખુલાસો મળી શકતો નથી અને જેને આદત ગણવાથી તેનું કારણ સમજાય છે તે પૈકીનો આ એક દાખલો છે. જેમ કે એક ભંગી ગંદવાડ સાફ કરવાના પોતાના વ્યવસાયમાં રોકાયેલો છતાં પોતાની તંદુરસ્તી જાળવી શકે છે પરંતુ કોઈ પણ સામાન્ય માણસ તે ધંધો કરવા જાય તો મરણને મોઢે પહોંચી ગયા વગર રહે નહીં. નાજુકાઈમાં ઊછરેલો ઉમરાવ લંડનના ઈસ્ટ એન્ડ જેવા મજૂર લત્તાના મજૂરની નકલ કરવા જાય તો યમરાજ તેનું બારણું ઠોકયા વગર રહે નહીં.

આ મુદ્દો બરાબર સ્પષ્ટ કરી બતાવતી એક વાર્તા અથવા કિસ્સો અહીં આપ્યા વગર હું રહી શકતો નથી. એક રાજા રતિ જેવી રૂપસુંદરી એક દાતણવાળીના પ્રેમમાં પડયો. પછી