પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
હિંદના ખોરાક


ઉપવાસની ઋતુ છે તેથી દિવાળીના ઉત્સવ દરમિયાન થતી જાફતો વિશેષ આનંદ અપાવનારી બને છે. એથી ઊલટું હોળી હરેક પ્રકારના સંગીન આહારને લાયકની શિયાળાની ઋતુ પછી તરત જ આવે છે તેથી એવો આહાર હોળીના તહેવારોમાં રાખવામાં આવતો નથી. હોળીમાં વપરાતી અશ્લીલ ભાષા દિવાળીનાં અત્યંત પવિત્ર ગીતો પછી આવે છે. વળી, દિવાળીમાં લોકો શિયાળાને લાયકનાં ગરમ કપડાં પહેરવાં શરૂ કરે છે. જયારે હોળીમાં તેને છોડી દેવામાં આવે છે. ખુદ દિવાળીનો દિવસ આસો માસના અંધારિયાનો છેલ્લો પંદરમો અમાસનો દિવસ હોય છે અને તેથી ખૂબ રોશની કરવામાં આવે છે; એથી ઊલટું હોળી પૂનમને દિવસે આવતી હોવાથી તે દિવસે રોશની કરવાનો કશો અર્થ રહેતો નથી.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, રપ-૪-૧૮૯૧


૯. હિંદના ખેારાક

[લંડનના धि वेजिटेरियनના ૧૮૯૧ની સાલના મે માસની ૬ઠ્ઠી તારીખના અંકમાં નીચે મુજબનો ઉતારો છે : "શનિવાર, મે ૨જી, બ્લૂમ્ઝબરી હૉલ, હાર્ટ સ્ટ્રીટ, બ્લૂમ્ઝબરી . . . મિસિસ હૅરિસન પછી મિ. એમ. કે. ગાંધી (મુંબઈ ઇલાકામાંથી આવેલા એક બ્રાહ્મણ)નો વારો હતો. પોતાની આગળ બોલી ગયેલા વક્તાને અભિનંદન આપી પોતાના નિબંધની બાબતમાં ક્ષમા માગી લીધા બાદ તેમણે તે વાંચવાનું શરૂ કર્યું. તેમના નિબંધનો વિષય 'હિંદના ખોરાક' હતો. શરૂઆતમાં તેમને થોડો સભાક્ષોભ થયેલો લાગતો હતો." અહીં લેવામાં આવેલો નિબંધનો પાઠ પોર્ટસ્મથમાં થયેલી વેજિટેરિયન સોસાયટીની સભામાં ફરી વાર વંચાયેલો અને ૧૮૯૧ની સાલના જૂન માસની ૧લી તારીખના धि वेजिटेरियन मेसेन्जरના અંકમાં પ્રસિદ્ધ થયેલો તે છે.]

મારા ભાષણના વિષય ઉપર આવું તે પહેલાં આ કામ માથે લેવાની મારી લાયકાત કેટલી છે તે જણાવું, પોતે હિંદ કદી ગયો ન હતો અને હિંદની ભાષાઓનું પોતાને જ્ઞાન નહોતું છતાં हिस्टरी ऑफ इन्डिया (હિંદનો ઇતિહાસ) નામનું પુસ્તક લખવાની પોતાની લાયકાત શી હતી તે મિલે તે પુસ્તકની ઘણી રસિક પ્રસ્તાવનામાં દર્શાવ્યું છે. તેથી મને લાગે છે કે તેનો દાખલો લઈને ચાલવામાં મારે જે કરવા યોગ્ય છે તે જ હું કરું છું. અલબત્ત, કોઈક વક્તા કે લેખક કોઈક કામને માટેની પોતાની પાત્રતાનો ઉલ્લેખ કરે તેમાં તેની કોઈક પ્રકારની અપાત્રતાની વાત આવી જાય છે અને હું કબૂલ કરું છું કે 'હિંદના ખોરાક' વિષે બોલવાને લાયક અસલ વક્તા હું નથી. આ વિષય પર બોલવાને મારી પૂરેપૂરી લાયકાત તેમ જ આવડત છે, તે કારણથી હું આ ભાષણ આપવા તૈયાર થયો નથી પણ એ ભાષણથી હું જે કાર્ય તમારા અને મારા બંનેના દિલમાં વસેલું છે તેને ઉપયોગી થઈશ એમ મને લાગ્યું તેથી તૈયાર થયો છું. મારું નિવેદન મેં મોટે ભાગે મારા મુંબઈ ઇલાકાના અનુભવ પરથી કર્યું છે. હવે તમે સૌ જાણો છો કે હિંદુસ્તાન સાડી અઠ્ઠાવીસ કરોડ માણસોની વસ્તીવાળો વિશાળ દ્વીપકલ્પ છે. યુરોપમાંથી રશિયાનો મુલક બાદ કરો તેટલો મોટો તેનો વિસ્તાર છે. આવા વિશાળ દેશમાં જુદા જુદા ભાગમાં અવશ્ય જુદા જુદા રીતરિવાજો હોવાના એટલે હું જે કહું તેનાથી