પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ગાંધીજીનો અક્ષરદેહ

કંઈ જુદું તમારા સાંભળવામાં આવે તો ઉપર કહેલી હકીકત ધ્યાનમાં રાખવા મારી તમને સૌને વિનંતી છે. સામાન્યપણે મારું નિવેદન આખાયે હિંદુસ્તાનને લાગુ પડે છે.

મારા વિષયને હું ત્રણ ભાગમાં વહેંચી નાખીશ. પહેલું, આ ખોરાક પર રહેનારા લોકો વિષે કંઈક પ્રાસ્તાવિક મારે કહેવાનું થશે, બીજું, હું તે ખોરાકનું વર્ણન કરીશ; અને ત્રીજું, તેમના ઉપયોગ વગેરેની વાત કરીશ.

સામાન્યપણે મનાય છે કે હિંદુસ્તાનના બધા રહેવાસીઓ શાકાહારી હોય છે, પણ એ વાત બરાબર નથી; અને આમ તો બધા હિંદુઓ પણ શાકાહારી હોય છે એવું નથી. પણ હિંદુસ્તાનના મોટા ભાગના વતનીઓ શાકાહાર કરે છે એ વાત તદ્દન સાચી છે. તેમાંના કેટલાક ધર્મને કારણે માંસાહાર કરતા નથી અને બીજાને માંસ ખરીદવાનું પોસાતું નથી તેથી ફરજિયાત નિરામિષ આહાર પર ગુજારો કરવો પડે છે. હું તમને જણાવું કે હિંદમાં કરોડો માણસોને રોજના એક પૈસા પર એટલે કે એક પેનીના ત્રીજા ભાગ પર ગુજારો કરવો પડે છે તો એ બીના સ્પષ્ટ સમજાશે કેમ કે હિંદ જેવા ગરીબ મુલકમાં પણ એટલી નજીવી રકમમાં ખાવા લાયક માંસ તેમને મળી શકતું નથી. આ ગરીબ લોકોને દિવસમાં એક જ ટંક ખાવાનું મળે છે. અને તેમાં વાસી રોટલા ને મીઠું એટલું જ હોય છે, અને એ મીઠા પર પણ ભારે વેરો લેવાય છે. પણ હિંદી શાકાહારીઓ તેમ જ હિંદી માંસાહારીઓ અંગ્રેજ શાકાહારીઓ અને અંગ્રેજ માંસા- હારીઓ કરતાં તદ્દન જુદા હોય છે. અંગ્રેજ માંસાહારીઓ માને છે કે પોતે માંસ વગર મરી જાય તેવું હિંદી માંસાહારીઓ નથી માનતા. મારી ખબર પ્રમાણે તે લોકો (હિંદી માંસાહારીઓ) માંસને જીવનની એક જરૂરિયાતની નહીં પણ કેવળ શોખની ચીજ ગણે છે તેમને રોટલો મળી જાય તો તેમને માંસની ખોટ લાગતી નથી. પણ અહીં આપણા અંગ્રેજ માંસાહારીને જુઓ; મારે મારું માંસ जोईए ज जोईए એવું તે માને છે. રોટી તો માત્ર તેને માંસ ખાવાને કામમાં આવે છે જયારે હિંદી માંસાહારીને લાગે છે કે માંસ મને મારી રોટી ખાવામાં કામ લાગશે.

આહારની નીતિ વિષે પેલે દિવસે મારે એક અંગ્રેજ બાનુ સાથે વાત ચાલતી હતી તેમાં હું તેને તે પોતે પણ કેવી સહેલાઈથી શાકાહારી થઈ શકે તે સમજાવતો હતો તે સાંભળીને તે પોકારી ઊઠી, “તમારે જે કહેવું હોય તે કહો. મારે તો મારું માંસ જોઈએ જ જોઈએ. અહા ! તે મને કેટલું બધું ભાવે છે ! અને મને ચોક્કસ લાગે છે કે મારાથી તે વગર જિવાય જ નહીં.” મેં કહ્યું, “પણ બાનુ, ધારો કે તમને કેવળ શાકાહાર પર રહેવાની फरज पाडवामां आवे તો તમે કેવી રીતે ચલાવો?” તેણે જવાબ આપ્યો, “ઓહ ! એની વાત ન કરશો. હું જાણું છું કે મને એવી ફરજ પડે જ નહીં અને ધારો કે ફરજ પડે તો મને ઘણી બેચેની લાગે.” અલબત્ત, આવું કહેવાને સારુ એ બાનુનો વાંક કાઢવા જેવું નથી. સમાજની સ્થિતિ અત્યારે એવી છે કે કોઈ પણ માંસાહારી ભારે અગવડ વેઠયા વગર માંસનો આહાર છોડી નહીં શકે.

એવી જ રીતે હિંદી શાકાહારી પણ અંગ્રેજ શાકાહારીના કરતાં તદ્દન જુદી જાતનો છે. હિંદી શાકાહારી જેમાં જીવની અથવા જીવ બને તેવી વસ્તુની હિંસા સમાયેલી હોય તેવી બધી વાતોથી આઘો રહે છે અને ત્યાંથી આગળ વધતો નથી. તેથી તે ઈંડાં નહીં ખાય કારણ કે તે માને છે કે ઈંડું ખાવામાં જેમાંથી જીવ બની શકે એવી વસ્તુની હિંસા થાય છે. (મને જણાવતાં દિલગીરી થાય છે કે દોઢેક માસથી હું ઈંડાં ખાઉં છું.) પણ દૂધ તેમ જ માખણ લેવામાં તેને જરાયે આંચકો આવતો નથી. અહીં જેને પ્રાણિજ પદાર્થો કહીને ઓળખાવવામાં આવે છે તેવી આવી બધી ચીજો દર પખવાડિયે આવતા ફળાહારના દિવસોએ સુધ્ધાં તે વાપરે છે એ દિવસે ઘઉં,