પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ


વચ્ચેનો આહારની ટેવો અથવા તેને લગતી રૂઢિઓનો મોટો ફેર બિલકુલ દૂર થાય એવો વખત આવશે અને તેની સાથે બન્ને દેશો વચ્ચે ખરેખર હોવી જોઈએ તેવી એકતા અને સહાનુભૂતિના ભાવને બાધા કરનારા બીજા જે કેટલાક ભેદ કેટલીક જગ્યાએ જોવાના મળે છે તે પણ ટળી જશે. ભવિષ્યમાં, મને આશા છે કે, રીતરિવાજોની અને ઉપરાંત હૃદયની એકતા તરફ આપણે વળીશું.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन मेसेन्जर, ૧–૬–૧૮૯૧


૧૦. લંડનની બૅન્ડ એફ મસીં –જીવદયા મંડળીને આપેલું ભાષણ

अपर नॉरवूड આગળથી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે . . . બૅન્ડ ઓફ મર્સીની[૧] સભા આંગળ મિસ સીકોમ્બના સૌજન્યથી , . . મિસિસ મેકડુઅલ ભાષણ કરનાર હતાં, પણ તે માંદાં હોવાથી મિ. ગાંધી (હિંદથી આવેલા એક હિંદુ)ને વિનંતી કરવામાં આવી અને તેમણે સભા આગળ ભાષણ આપવાનું કબૂલ કરવાની કૃપા કરી, માનવકલ્યાણની દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંત વિષે તેઓ આશરે પાએક કલાક બોલ્યા, તેમાં તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે જીવદયા મંડળીના સભ્યો પોતાનું વર્તન તર્કશુદ્ધ રાખવા માગતા હોય તો તે સૌએ શાકાહારી થવું જોઈએ. શેકસપિયરમાંથી એક ઉતારો. ટાંકી તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યું.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૬-૬-૧૮૯૧


૧૧. હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ
જૂન ૧૧, ૧૮૯૧

આ એક રીતે વિદાયનો ભોજન સમારંભ હોવા છતાં ક્યાંયે ગમગીનીની નિશાની સરખી દેખાતી નહોતી કેમ કે સૌ કોઈને લાગતું હતું કે મિ. ગાંધી હિંદુસ્તાન પાછા ફરે છે ખરા પણ શાકાહારના સિદ્ધાંતને માટે વધારે વ્યાપક કાર્ય કરવાને જાય છે અને પોતાની કાયદાના અભ્યાસની કારકિર્દી પૂરી કરી સફળ થઈ વિદાય થતા હોવાથી તેમને ખુશીથી અભિનંદન આ૫વાં જોઈએ. . . .

સભારંભને અંતે ગાંધીએ કંઈક સભાક્ષોભ અનુભવતા છતાં ઘણા આકર્ષક ભાષણમાં હાજર રહેલાં સૌને આવકાર આપ્યો, ઇંગ્લંડમાં માંસાહાર છોડવાની ટેવ વધતી જાય છે તે જોઈને પોતાને થયેલા આનંદની વાત કરી, લંડનની 'વેજિટેરિયન સોસાયટી' [શાકાહારી મંડળી] સાથે પોતાને કેવી રીતે સંબંધ બંધાયો તેનું વર્ણન કર્યું, અને તેમાં પોતે ડૉ. ઓલ્ડફીલ્ડ[૨]ના કેટલા ઋણી છે તેની હૃદયને પિગળાવે તેવી ઢબે વાત કરવાની તક લીધી. . . .


  1. પ્રાણીઓ પર ગુજરતી ક્રૂરતાને અટકાવવાને કાર્ય કરતી જીવદયા મંડળી.
  2. ડૉ. જોશિયા એાલ્ડફીલ્ડ, धि वेजिटेरियनના તંત્રી.