પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
ગાંધીજીનો અક્ષરદેહ


રાજ્યની પ્રજા છે. તો આ શું ઈશુના અનુયાયીઓને છાજે છે? આ શું વાજબી વહેવાર છે? આ શું ન્યાય છે? આ શું સુધારો છે? આ સવાલોના જવાબને સારુ હું થોભી જાઉં છું.

આને તમારા અખબારમાં સમાવશો તે માટે આગળથી તમારો અાભાર માની લઈ,

હું છું, વ.


મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍदवर्टाइझर, ૨૩-૯-૧૮૯૩


૧૮. નવા ગવર્નરને આવકાર
ટાઉન હૉલ,


ડરબન,


સપ્ટેમ્બર ૨૮, ૧૮૯૩


નેક નામદાર

સર વૉલ્ટર હેલી-હચિન્સન, કે.સી.એમ.જી., વ.

આપ નેક નામદારની સેવામાં –

નેક નામદાર રાણી, હિંદનાં શહેનશાહબાનુના પ્રતિનિધિ તરીકે આપ નામદાર આવી પહેાંચો છો તે પ્રસંગે અમે, નીચે સહી કરનારા નાતાલ સંસ્થાનની મુસલમાન અને હિંદી કોમના સભ્યો અત્યંત આદરપૂર્વક આપ નામદારને આવકારવાની રજા લઈએ છીએ.

અમને વિશ્વાસ છે કે આ સંસ્થાન અને તેની સાથેના સંબંધો આપ નામદારને અનુકૂળ થશે અને નાતાલમાં રાજવહીવટની નવી પદ્ધતિ દાખલ કરવાનું કાર્ય આપ નામદારને સારુ જેટલું રસભર્યું તેટલું મુશ્કેલી વગરનું નીવડશે.

નાતાલમાંની હિંદી કોમનાં ખાસ કામકાજ અહીં વિસ્તરતી જતી હિંદી અસરને કારણે આપ નામદારનું હંમેશ ધ્યાન રોકશે; આપ નામદારની રજાથી અમારી કોમને વિષે ઘટતો વિચાર કરવાની અમે વિનંતી કરીએ છીએ અને નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ આપ નામદાર તે મંજૂર રાખશો એવો અમને વિશ્વાસ છે.

અા મુલકમાં આપનું રોકાવાનું થાય તે દરમિયાન આપ નામદારને અને લેડી હેલી- હચિન્સનને બધી જાતની આબાદી ઇચ્છવાની અમે રજા લઈએ છીએ, અને અમે છીએ આપ નામદારના અત્યંત આજ્ઞાંકિત સેવકો,

દાઉદ મહમદ

દાદા અબદુલ્લા

આમદ જીવા

એમ. સી. કમરુદ્દીન

પારસી રુસ્તમજી

આમદ તિલ્લી

એ. સી. પિલ્લે

[મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૩૦-૯-૧૮૯૩