પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ગાંધીજીનો અક્ષરદેહ


૨૬. ઉપરની દલીલ વધારે ચોખ્ખી કરવા પ્રથમ માજી ઑન[રેબલ] લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ઇન્ડિયન વોટ બાબત તકરાર થયેલી તે સંબંધી કાગળિયાં અને गवर्नमेन्ट गॅझेट ઉપર અરજદાર આપ નામદારનું લક્ષ ખેંચે છે. નાતાલ સંબંધી બ્લુ બુક(સી-૩૭૯૬)માં પાને ૩ કૉલોનિયલ ઓફિસ ઉપર મિ. સોન્ડર્સનો પત્ર છે તેમાંથી નીચેનું લેવા અરજદાર રજા માગે છે.

આ સહીઓ પૂરી ઇલેકટરના જ હરફમાં ને યુરોપિયન લિપિમાં હોવી જોઈએ એટલો ધારો ઇંગ્રેજી વોટ ઇન્ડિયનથી દબાતાં સારી રીતે અટકા[વ]શે.

આ પ્રમાણે મિ. સોન્ડર્સ જોકે એશિયાટિકની સામે હતો છતાં આથી વધારે આગળ ન જઈ શકયો. તે જ પત્રમાં તે વળી કહે છે,

ઊંચી જાતના હિંદુસ્તાનીઓ નવા કુલી ને પોતાનામાં તફાવત છે એમ જુએ છે.

એ ઉપરથી એ તો સ્પષ્ટ દેખાય છે કે તે વખતનું ગવર્નમેન્ટ હિંદુસ્તાની ને હિંદુસ્તાની વચ્ચે તફાવત રાખવા ખુશી હતું. હવે દુર્ભાગ્યે વધારે છૂટ મળેલા રાજયમાં બંધાયેલ, છૂટા થયેલ ને અસલથી જ છૂટા એવા બધા હિંદુસ્તાનીઓને એક જ કાટલે જોખવા કોશિશ થઈ છે. અરજદાર એટલું કહેવા રજા માગી લે છે કે મિ. સોન્ડર્સનું બિલ આ બિલના પ્રમાણમાં તો બહુ જ નરમ હતું. તેમ છતાં તે બિલને પણ રાણી સરકારે ટેકો આપ્યો નહીં ત્યારે આ ફ્રૅંચાઈઝ બિલને તો ટેકો શેનો જ મળવો જોઈએ?

તે જ ચોપડીને પાને ૭ ઇમિગ્રાંટ પ્રોટેકટર મિ. ગ્રેઈઝ કહે છે,

મને લાગે છે કે જો તે હિંદુસ્તાનીઓ કે જેણે હિંદુસ્તાન જવાનો મફત ભાડાનો હક પોતાને તથા પોતાના કુટુંબને વાસ્તે છોડી દીધો છે તેઓને જ મત આપવાનો હક वाजबी रीते મળવો જોઈએ.

તેણે વળી વાજબી રીતે બતાવ્યું કે સહી કસોટી જે મિ. સોન્ડર્સે બતાવી તે યુરોપિયનને લાગુ નહોતી પડતી. તે જ પાને તે વખતના એટર્ની જનરલ પોતાના રિપોર્ટમાં કહે છે :

એમ જોવામાં આવશે કે મેં બનાવેલા બિલમાં સિલેકટ કમિટીએ કરેલી ભલામણ કબૂલ રાખવામાં આવી છે જેમાં મિ. સોન્ડર્સના કાગળમાં બતાવેલી બીજી યુક્તિ પાર પડે એવો રસ્તો કાઢયો છે. પણ પરદેશીને ચોખ્ખી રીતે ખાસ કરીને બાતલ કરવા એ સલાહકારક માનવામાં આવ્યું નથી.

એ જ વિદ્રાને ગૃહસ્થનો પાને ૯[૧]મે રિપોર્ટ છે તે તરફ આપ નામદારનું ધ્યાન અરજદાર ખેંચે છે.

તે જ ઍટર્ની જનરલના બીજા રિપોર્ટમાંથી ફકરો ટાંકવાની લાલચ બહુ મોટી છે. પાને ૧૪મે તે કહે છે :

દરેક બાબતમાં જેઓ કૉલોનીના કૉમન લૉની અંદર નથી આવી જતા એવા બધાને ગમે તે નાતના હોય તેને ફ્રૅંચાઈઝમાંથી બાતલ કરવા બાબત જે દરખાસ્ત થઈ છે તે દેખીતી રીતે કૉલોનીની ઈન્ડિયન અને ક્રીઑલ રૈયત સામે તાકે છે. મેં નં. ૧૨ના મારા બિલ સંબંધમાં કહ્યું છે તે પ્રમાણે आवा बिलनी जरुर के तेवो न्याय हुं जोई शकतो नथी.

૨૭. એટલે એવું બને છે કે કૉલોનીમાં વધારે છૂટવાળા ધોરણની એ (અને કૉલોનીમાં આવતા અરજદાર પણ આવી જવા જોઈએ) પહેલી રિસ્પોન્સિબલ મિનિસ્ટ્રીએ આપના અરજદારને ઓછા સ્વતંત્ર કરવા એટલે તેઓની પાસેથી મત આપવાનો હક છીનવી લેવા યત્ન