પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ગાંધીજીનો અક્ષરદેહ

જેમાંથી આવી છે તે મૂળ વંશ અલગ અલગ છે એવા વ્યક્ત કરેલા અભિપ્રાયને કોઈ અધિકારી લેખકે મંજૂર રાખ્યો છે કે નહીં તે ચોક્કસ જાણવાને અમે ખૂબ ચીવટથી મહેનત કરી. મૅકસમૂલર, મોરિસ, ગ્રીન અને એવા બીજા અનેક લેખકોએ એકે અવાજે તદ્દન ચોખ્ખું બતાવ્યાનું જણાય છે કે બન્ને જાતિઓ એક જ આર્ય અથવા ઘણા જેને ઘણે ભાગે ઇન્ડો- યુરોપિયન વંશ કહીને ઓળખાવે છે તેમાંથી ઊતરી આવેલી છે. જે રાષ્ટ્ર એક બંધુરાષ્ટ્રનાં અંગો તરીકે અમને આવકારવાને આનાકાની કરતું હોય તેને માથે પડવાની અમારી મુદ્દલ ઇચ્છા નથી, પણ મતાધિકારનો અમલ કરવાને અમને લાયકાત વગરના જાહેર કરવામાં એક દલીલ લેખે જેના માની લેવામાં આવેલા અભાવને આગળ કરવામાં આવે છે તે સાચી હકીકતો જણાવીએ તો અમને આપ નામદાર ક્ષમા કરશો.

વળી, આપ નામદારે એવું કહ્યું હોવાનું જણાવવામાં આવે છે કે મતાધિકારના હકનો હિંદીઓ પાસે અમલ કરાવવાની અપેક્ષા રાખવામાં ક્રૂરતા છે. અમે નમ્રતાથી કહેવાની રજા લઈએ છીએ કે અમારી અરજી એ વાતનો પૂરતો જવાબ છે.

અમારી દૃષ્ટિથી આપ નામદારનું ભાષણ અમને ગમે તેટલું અન્યાયી લાગ્યું હશે તોપણ એટલું જાણીને અમને ઓછું સમાધાન નથી કે તેમાંથી ન્યાય, નીતિ અને તેથીયે વિશેષ ઈસુના ધર્મના સાચામાં સાચા ભાવોનો રણકો સંભળાય છે. આ દેશના ઉત્તમોત્તમ માણસોમાં જયાં સુધી આવો ભાવ જોવાનો મળે છે ત્યાં સુધી હરેક દાખલામાં ન્યાય મળી રહેવાની બાબતમાં અમારે નિરાશ થવાની જરાયે જરૂર નથી.

તેથી જ, અમારી નમ્ર અરજી પરથી ખુલ્લી થતી નવી હકીકતોના જ્ઞાન પછી એ બધા ભાવો પૂરેપૂરા વ્યક્ત થયા વગર રહેવાના નથી અને પરિણામે સંસ્થાનમાંના હિંદીઓને ન્યાય મળ્યા વગર પણ રહેવાનો નથી એવું પૂરા વિશ્વાસથી માનીને આપ નામદારની આગળ રજૂ થવાની અમે હિંમત કરી છે.

અમે માનીએ છીએ કે અરજીમાં કરવામાં આવેલી વિનંતી જરાયે વધારેપડતી નથી. અખબારોના હેવાલો પર ભરોસો રાખી શકાય તો મતાધિકારના મૂલ્યવાન હકનો ઉપયોગ કરવા જેટલી બુદ્ધિવાળા કેટલાક આબરૂદાર હિંદીઓ છે એવું સ્વીકારવાની આપ નામદારે મહેરબાની બતાવી છે. અમારા નમ્ર મત મુજબ આ અત્યંત મહત્ત્વના સવાલની તપાસ માટે એક કમિ શનની માગણી સ્વીકારવાનું એ જ એક પૂરતું કારણ છે. અમે એવા કમિશનની સામે રજૂ થવાને ખુશી છીએ એટલું જ નહીં, તેને અમે આવકારીએ છીએ. અને એક નિષ્પક્ષ કમિશન નિષ્પક્ષપણે નિર્ણય આપે કે હિંદીઓ એ હકનો ઉપયોગ કરવાને લાયક છે તો તેમને તેમ કરવા દેવાની અમારી વિનંતી શું વધારેપડતી છે? એ ખરડાને અમે બરાબર સમજ્યા હોઈએ તો તે કાયદો બનશે તેને પરિણામે આ મુલકના ઊતરતામાં ઊતરતા દરજજાના વતની કરતાં હિંદીઓનો દરજજો હલકો રહેશે. કેમ કે અહીંનો મૂળ વતની કેળવણીથી ચૂંટણી કરવાને લાયક બની શકશે પણ હિંદી તો તે રીતે પણ કદી લાયક નહીં બની શકે. આ ખરડો એટલો બધો તળિયાઝાટક લાગે છે કે બ્રિટિશ આમ સભાનો હિંદી સભ્ય પણ અહીં આવે તો મતદાર થવાને સુધ્ધાં લાયક નહીં ગણાય.

આના જેટલી જ મહત્ત્વની બીજી બાબતો આપ નામદારનું ગંભીરપણે ધ્યાન રોકી રહી છે તેની અમને જાણ ન હોત તો આ ખરડાના જે અર્થો કરવામાં આવશે તેમાંથી નીપજનારાં નુકસાનકારક પરિણામો, અને ખરડાના નામાંકિત ઘડનારાઓએ પણ જેની કદાચ ધારણા નહીં