પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૪૫. દાદાભાઈ નવરોજીને પત્ર
૩૨૮, સ્મિથ સ્ટ્રીટ

 

ડરબન, નાતાલ,

 

જાન્યુઆરી ૨૫, ૧૮૯૫

  દાદાભાઈ નવરોજી, એસ્કવાયર, એમ.પી.


લંડન

સાહેબ,

સરકાર જોકે ચૂપ છે છતાં અખબારો પ્રજાને જણાવે છે કે નામદાર શહેનશાહબાનુએ મતાધિકારના કાયદાના ખરડાને મંજૂરી આપી નથી, આ મુદ્દા પર તમે અમને કંઈ માહિતી આપી શકો ખરા?

હિંદથી આવીને રહેલાઓ તમારો અને કૉંગ્રેસ સમિતિનો તેમને માટે ઉઠાવેલી તસદીને સારુ જેટલો આભાર માને તેટલો ઓછો છે.  

હું છું, સાહેબ,

 

તમારો વફાદાર સેવક

 

મો. ક. ગાંધી


  સાથેનું બિડાણ તમારે વાંચવાને સારુ મોકલવાની મેં હિંમત કરી છે.
 

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

ગાંધીજીના પોતાના હસ્તાક્ષરના લખાણની છબી પરથી.



૪૬. વેચાણ માટે પુસ્તકો

મરહૂમ ડૉ. ઍના કિંગ્સફર્ડ અને મિ. એડવર્ડ મેઈટલૅન્ડનાં રચેલાં નીચે બતાવવામાં આવેલાં પુસ્તકો જે દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર આણવામાં આવ્યાં છે તે જાહેર કરવામાં આવેલી કિંમતે વેચવા માટે પ્રજા આગળ રાખવામાં આવે છે :

धि परफेक्ट वे(પૂર્ણ માર્ગ) ૭/૬

क्लॉध्‍‌ड विथ सन(સૂર્ય વડે વિભૂષિત) ૭/૬

धि स्टोरी ऑफ धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन(સમજૂતીની નવી સુવાર્તાની કથા) ૩/૬

बाइबल्स ऑन एकाउन्ट ऑफ इटसेल्फ (બાઇબલનું પોતાનું બયાન) ૧/-

धि न्यू गॉस्पेल ऑफ इन्टरप्रिटेशन(સમજૂતીની નવી સુવાર્તા) ૧/-

“ખુદ ઈશ્વરનાં અથવા તેના વડા ફિરસ્તાનાં વચનો સાંભળતા હોઈએ તેવું આ છે. સાહિત્યમાં આના જોટાનું બીજું મેં જાણ્યું નથી (धि परफेक्ट वे – પૂર્ણ માર્ગ).”– મરહૂમ સર એફ.એચ. ડોઈલ.