પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ગાંધીજીનો અક્ષરદેહ

હયાતી દરમિયાન દાન કરે છે તેથી મુસલમાન સ્વર્ગની અથવા તેમાં સારી મોભાદાર જગ્યાની કમાણી કરે છે. પણ તેના મરણ બાદ તેની મિલકતમાંથી રાજય દાન આપે તેનું કશું પુણ્ય ખચીત તેને મળતું નથી કેમ કે તે તેનું पोतानुं કર્મ નથી. મુસલમાનના મરણ પછી તેનાં સગાંવહાલાંનો તેની મિલકત પર પહેલો જ નહીં, આગવો હક થાય છે.

कुरान કહે છે:

મરણ પછી પોતાનાં માબાપ અને સગાં જે કંઈ મૂકી જાય તેનો ભાગ હરેકે હરેક સંબંધીને વારસામાં મળે એવું અમે ઠરાવી આપ્યું છે.
કાનૂન કહે છે:
મરનારની મિલકતની એક પછી એક એવી ચાર ફરજ ઊભી થાય છે; પહેલી, વધારેપડતા નાહકના ખર્ચ વગરની પણ ખામી વગરની તેની મરણોત્તર ક્રિયા અને દફનની વિધિ; તે બાદ તેની બાકી રહેતી તમામ મિલકતમાંથી તેનાં વાજબી દેવાંની ચુકવણી; તે પછી, તેનાં કરજની ચુકવણી થતાં બાકી રહે તેના ત્રીજા ભાગમાંથી તેના વસિયતનામાની રૂએ તેના વારસોને મળતા હિસ્સાની ચુકવણી; અને છેવટે બાકી રહે તેમાંથી તેની પાછળ રહેતા વારસદારોને કરવામાં આવતી વહેંચણી.
પાછળ રહેતા વારસદારો આ રીતે ગણાવવામાં આવ્યા છે:
૧. કાયદેસરના ભાગીદાર; ૨. શેષ રહી જતી મિલકત મેળવનાર; ૩. દૂરનાં સંબંધી; ૪.કરારથી થનારા વારસદાર; પ. સ્વીકારેલાં સંબંધી; ૬. સાર્વજનિક વારસદાર; ૭. રાજ્ય.

"જેમને માટે પાક કુરાનની આયતોમાં, પરંપરાથી અથવા સામાન્ય સંમતિથી ચોક્કસ હિસ્સા મુકરર કરવામાં આવ્યા હોય અગર જેમને માટે આદેશ આપવામાં આવ્યો હોય તે બધી વ્યક્તિઓ” એવી “કાયદેસરના ભાગીદાર”ની વ્યાખ્યા બાંધવામાં આવી હોઈ ૧૨ વર્ગના ભાગીદારોને ગણાવનું જે કોષ્ટક છે તે મુજબ સાવકા ભાઈઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. “જે બધી વ્યક્તિઓને માટે કોઈ પણ હિસ્સો મુકરર કરવામાં આવ્યો નથી અને ભાગીદારોના હક સંતોષાયા બાદ જે વધે તે અને ભાગીદારો ન હોય તો બધી મિલકત લેનારા બધા” તે “શેષ રહી જતી મિલકત લેનારા” વારસદારો છે. અહીં ધ્યાનમાં લેવાનું છે કે કેટલાક કાયદેસરના ભાગીદારોને કેટલાક સંજોગોમાં તેવા ભાગીદારમાં સમાવવામાં આવતા ન હોઈ તે પછી શેષ રહી જતી મિલકત લેનારમાં ગણાય છે. “દૂરનાં સંબંધી” એટલે “જે કાયદેસરનાં ભાગીદાર નથી તેમ જ શેષ રહી જતી મિલકત લઈ શકતાં નથી તે બધાં સગાં.” “ભાગીદારોનો દાવો પૂરો થયા પછી મરનાર પોતાની પાછળ મૂકી જાય તે બાકી રહેતી મિલકત शेष रही जती मिल्कत लेनारा कहीने ओळखाववामां आवेला तेमनी पछी गणाववामां आवेला वर्गना वारसदारोमां वहेंचाय छे. શેષ રહી જતી મિલકત મેળવનારા વારસદારો ન હોય તો બાકી રહી જતી મિલકત પાછી વળીને ભાગીદારોને મળે છે અને તેમના હિસ્સાના પ્રમાણમાં તેમને વહેંચાય છે.”

આ ઉપરાંત બીજા વારસદારોની વ્યાખ્યા આપી હું તમારી મોંધી જગ્યા રોકવા માગતો નથી. એટલું જણાવવું પૂરતું છે કે તેમાં ગરીબોનો સમાવેશ હરગિજ ન થતો હોઈ તે બધાનો