પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
મુસ્લિમ કાનૂન

પણ પહેલા ત્રણ વર્ગના વારસદારો બધા પૂરા થઈ જાય તે પછી મરનારની મિલકતમાંથી “લેવા”નો હક ઊભો થાય છે.

ખુદના હકથી મરનારની મિલકત મેળવનારા શેષ રહી જતી મિલકત મેળવનારા વારસદારોમાં બીજાઓની સાથે “મરનારના બાપનાં 'સંતાન' એટલે કે ભાઈઓ, સાવકા ભાઈઓ, અને ગમે તેટલા નીચા હોય તોપણ તેમના દીકરાઓનો સમાવેશ થાય છે.” પહેલા વિભાગનો બારમો નિયમ કહે છે: “બહેન કરતાં ભાઈને બેવડો હિસ્સો મળે એવો સામાન્ય નિયમ છે. એમાં અપવાદ માત્ર એક જ માથી પણ જુદા બાપથી થયેલાં ભાઈઓ અને બહેનો પૂરતો છે.” અને બીજા વિભાગનો પચીસમો નિયમ કહે છે: “જયાં भाईयो ન હોય અને એકલી દીકરીઓ અગર દીકરાની દીકરીઓ હોય ત્યાં દીકરીઓ અને દીકરાની દીકરીઓને પોતપોતાનો હિસ્સો મળી ગયા બાદ જે બાકી રહે તે બહેનોને મળે અને દીકરી અગર દીકરાની દીકરી એક જ હોય તો એવો શેષ રહી જતી મિલકતનો હિસ્સો અડધો હોય અને બે કે તેથી વધારે હોય તો ત્રીજા ભાગનો હોય.” પ્રસ્તુત દાખલામાં ભાઈને મળતો હિસ્સો ઠરાવવામાં આ બે નિયમો સાથે જોવાથી આપણને સારા પ્રમાણમાં દોરવણી મળી રહે છે.

જેમાંથી મેં ઉતારા આપ્યા છે તેમાં આપવામાં આવેલાં નમૂનાનાં ઉદાહરણોમાં ઉકેલ સાથે મને નીચે મુજબનું જોવા મળ્યું છે : “उदाहरण ૭. પતિ, દીકરી, ભાઈ અને ત્રણ બહેનો.” આખું ઉદાહરણ અહીં ઉતારવાની જરૂર નથી, ભાઈને खुदना हुकमथी શેષ રહી જતી મિલકત મેળવનાર વારસદાર તરીકે ૨/૨૦મો હિસ્સો મળે છે.

ઉપર જણાવ્યું છે તે પરથી સાફ દેખાય છે કે ભાઈઓ અને તેમની બિનહયાતીમાં સાવકા ભાઈઓ ખુદના હકથી ભાગીદાર અથવા શેષ રહેનારી મિલકત મેળવનારા બને છે અને તેથી પ્રસ્તુત દાખલામાં સર વૉલ્ટરના અભિપ્રાય માટે પૂરેપૂરું માન હોવા છતાં ભાઈને વારસો “મળે” અને જે તેને મળે તો गरीबोना प्रतिनिधि तरीके नहीं पण तेना खुद हकथी મળે છે. અને જો તેને ન “મળતો” હોય તો (કાયદાને સ્વીકારવાનો હોય તો આવા દાખલામાં એમ બને નહીં) બાકી રહેતી મિલકત પાછી વળીને ભાગીદારોને હિસ્સે જાય છે.

પણ છાપામાંનો હેવાલ જણાવે છે કે મોલવી અને હું એકમત નથી. હવે એમાંથી “હું” કાઢી નાખી તેને બદલે "કાનૂન” મૂકો (કેમ કે મેં માત્ર કાનૂન શું કહે છે તે જ જણાવ્યું છે) તો હું કહેવાની હિંમત કરું છું કે મોલવી અને કાનૂન વચ્ચે મતભેદ હોય નહીં અને હોય તો મોલવીના મતને ઊંચો મૂકવો પડે, આ દાખલામાં જોકે મારી અને મોલવીની વચ્ચે મતભેદ નથી કેમ કે મિ. તથમે મને મોકલેલા રિપોર્ટમાંની વહેંચણીને મોલવીની મંજૂરી છે એમ તેમના રિપોર્ટ સાથેના માહિતીના પત્ર પરથી લાગે છે સાવકા ભાઈને ગરીબોના પ્રતિનિધિ તરીકે હિસ્સો મળે છે એવી મતલબનો એક શબ્દ સરખો મૌલવીએ કહ્યો નથી.

છેવટમાં, છાપાનો હેવાલ જોયા પછી સર વૉલ્ટરના મત મુજબ જેમને કાનૂનનું જ્ઞાન અવશ્ય હોવું જ જોઈએ એવા થોડા મુસ્લિમ ગૃહસ્થોને હું ખાસ મળ્યો અને તેમને મેં અદાલતના ચુકાદાની વાત કરી ત્યારે તેમને નવાઈ લાગી. મૂળ વાત તેમને એટલી સાદી અને સીધી લાગી કે વિચાર કરવાનો નામનોયે વખત લીધા વગર તેમણે કહ્યું કે “વસિયતનામા વગરની વારસામાં જતી મિલકતમાંથી ગરીબોને કંઈ મળતું નથી. સાવકા ભાઈને તેની ભાઈ તરીકેની હેસિયતથી તેનો હિસ્સો મળવો જોઈએ.”