પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
ગાંધીજીનો અક્ષરદેહ


એટલે હું સૂચવું છું કે ચુકાદો મુસ્લિમ કાનૂન, મોલવીઓના તેમ જ બીજા મુસ્લિમ ગૃહસ્થોના અભિપ્રાયના વિરોધમાં છે. પોતે “ગરીબોના પ્રતિનિધિ છે,” એવું મરનાર મુસલમાનનાં સગાં બતાવી ન શકે ત્યાં લગી હકથી તેમને મળતા હિસ્સા અદાલતની તિજોરીમાં તાળામાં રાખવામાં આવે તો દેખીતી રીતે એક હાલાકી પેદા થાય છે અને મુસ્લિમ કાનૂને એવી સ્થિતિ કલ્પી નથી અગર મુસ્લિમ પરંપરાએ ને રિવાજે તેને માન્ય રાખી નથી.

હું છું, વગેરે

 

મો. ક. ગાંધી

 

[મૂળ અંગ્રેજી]

धि नाताल विटनेस, ૨૮–૩–૧૮૯૫



૪૮. પ્રિટોરિયાના એજન્ટને અરજી
પ્રિટોરિયા,

 

એપ્રિલ ૧૬, ૧૮૯૫

 

સન્માનનીય

સર જૅકોબસ ડિ વેટ, કે. સી. એમ. જી.,

નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ, પ્રિટોરિયા
પ્રજાસત્તાકમાંના બ્રિટિશ હિંદી વેપારીઓની વતી સમિતિ તરીકે કાર્ય કરતા પ્રિટોરિયાના તૈયબખાન ને અબદુલ ગની અને જોહાનિસબર્ગના હાજી હબીબ હાજી દાદાની અરજી

હિંદીઓના સવાલની બાબતમાં નામદાર શહેનશાહબાનુની અને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યની સરકારો વચ્ચે ઑરેન્જ ફ્રી સ્ટેટમાં આવેલા બ્લૂમફૉન્ટીન મુકામે લવાદીનું કામ ચાલતાં તાજેતરમાં પંચ તરફથી આપવામાં આવેલા લવાદી ચુકાદાથી નામદાર શહેનશાહબાનુની સરકારને સંતોષ થશે કે કેમ તેની ચોકસાઈથી ખાતરી કરવાને નામદાર હાઈ કમિશનર સાથે પત્રવહેવાર ચલાવવાને અમે આપ નામદારને અદબ સાથે વિનંતી કરીએ છીએ. આપ નામદાર જાણો છો કે ૧૮૮૬ની સાલના ફૉક્સરાડ (પાર્લમેન્ટ)ના સુધારા મુજબના ૧૮૮૫ની સાલના કાનૂન ૩જાનો અમલ સરકારે કરવો જોઈએ અને તે કાનૂનના અર્થની બાબતમાં તકરાર કે મતભેદ થાય તો તેને અંગે પ્રજાસત્તાક રાજયની વડી અદાલતે નિર્ણય આપવો એવો પંચે ચુકાદો આપ્યો છે.

ઉપર જણાવેલા પંચની આગળ ચાલેલા લવાદીના કામકાજ દરમિયાન આ પ્રજાસત્તાક રાજ્યની સરકારે રજૂ કરેલા કાયદાના વિવેચનના પુસ્તક (ગ્રીન બુક) પૈકીના નં. ૨૧૮૯૪ના પા. ૩૧ અને ૩૫ પર એવી મતલબનાં વિધાન કરવામાં આવ્યાં છે કે વડી અદાલત સમક્ષ ઈસ્માઈલ સુલેમાન એન્ડ કંપનીએ રજૂ કરેલી અરજીનો ફેંસલો આપતાં નામદાર વડા ન્યાયાધીશે ઠરાવ્યું છે કે હિંદીઓ જયાં વસવાટ કરતા હોય અથવા વેપાર ચલાવતા હોય તે સ્થળો વચ્ચે ભેદ ન કરવો. આ હકીકતો નજરમાં રાખતાં વડી અદાલતના ફેંસલા અગર અધિકાર સામે કોઈ પણ જાતની તકરાર ઉઠાવ્યા વગર અમે આદરપૂર્વક સૂચવીએ છીએ કે વડા