પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
ગાંધીજીનો અક્ષરદેહ

તમારા અરજદારો સૂચવવા ચાહે છે કે એ ખરડો ખુલ્લી રીતે અન્યાયી છે એવું સાબિત કરવાને ઝાઝા શબ્દોની જરૂર નથી. મજૂર તરીકે બંધાઈને રહેવાના કરારની અત્યાર સુધીની વધારેમાં વધારે મુદત પાંચ વરસની છે તેને અચોક્કસ ગાળા સુધી વધારી દેવાની વાત મૂળમાં અન્યાયી છે કેમ કે તેથી મુદતી કરારથી બંધાઈને આવેલા હિંદી મજૂરોના માલિકોને તેમના પર વધારે જુલમ ગુજારવાની અથવા તેમના તરફ વધારે કઠોર થવાની લાલચ ઊભી થાય છે. સંસ્થાનમાંના માલિકો ગમે તેટલા દયાળુ હશે તોપણ આખરે તે બધા માણસો રહેવાના અને પોતાનાં કામોમાં સ્વાર્થની ગણતરીથી માણસ દોરવાય છે ત્યારે તેનો સ્વભાવ કેવો થઈ જાય છે તે દર્શાવવાની તમારા અરજદારોને ઝાઝી જરૂર લાગતી નથી. વળી, તમારા અરજદારો જણાવવાનું સાહસ કરે છે કે આ ખરડો તદ્દન એકપક્ષી વ્યવસ્થાની જોગવાઈ કરે છે કેમ કે તેમાં માણસોને મજૂરીએ રાખનારા માલિકની બધી જાતની ફિકર રાખવામાં આવી છે, પણ તેના બદલામાં કામે રહેનાર મજૂરને લગભગ કશું આપવામાં આવ્યું નથી.

તમારા અરજદારો સૂચવવા ચાહે છે કે એ ખરડો નાહક ધડવામાં આવ્યો છે કેમ કે તેને ધારાસભા આગળ લાવવાને કશું કારણ નથી. નાણાંને લગતી આફતના ધડાકામાંથી સંસ્થાનને ઉગારી લેવાનું અથવા કોઈ ઉદ્યોગને આગળ વધારવામાં ઉપયોગી થવાનું તેનું પ્રયોજન નથી. ઊલટું, જે ઉદ્યોગોને સારુ હિંદી મજૂરોની ખાસ જરૂર રહેતી હતી તેમને હવે અસાધારણ સરકારી મદદની જરૂર રહી નથી એ વાતનો સ્વીકાર થયેલો હોવાથી ગઈ સાલે જ અંદાજપત્રમાં ૧૦,૦૦૦ પાઉન્ડની રકમની તે માટેની જોગવાઈ રદ કરવામાં આવી હતી. એટલે આવો ધારો કરવાને માટે સાક્ષી જરૂર રહેતી નથી એ બિના ખુલ્લી થાય છે.

આ કાયદાનો ખરડો બ્રિટનના રાજબંધારણના પાયાના સિદ્ધાન્તોના સીધા વિરોધમાં છે તે દર્શાવવાને તમારા અરજદારો તમારી નામદાર ધારાસભાને પાછલા સૈકા દરમિયાન જેમાં બ્રિટને મુખ્ય ભાગ ભજવ્યો છે તે મહાન - ઘટનાઓની આખીયે પરંપરાને નિહાળી જવાની નમ્રતાપૂર્વક વિનંતી કરે છે. ગુલામો રાખવાની ભૂંડામાં ભૂંડી પ્રથાથી માંડીને વેઠ કરાવવાની પ્રમાણમાં નરમ ગણાય તેવી જબરજસ્તીથી મજૂરી લેવાની બધી રીતોની બ્રિટિશ પરંપરાને હમેશાં સૂગ રહેતી આવી હોઈ તેને દરેક ઠેકાણે બની શકે તેટલા પ્રમાણમાં નાબૂદ કરવામાં આવી છે. મુદતી કરારથી મજૂરોને રોકવાની પ્રથા આ સંસ્થાનમાં છે તેવી આસામમાં પણ છે. હમણાં થોડા જ વખત પર તે દેશમાં ચાલતી આ પ્રકારની મજૂરીની પદ્ધતિની બાબતમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકારે સ્વીકાર્યું છે કે મુદતી કરારથી બાંધીને રોકવામાં આવતા મજૂરોની પ્રથા એક અનિષ્ટ હોઈ કોઈ- એકાદ મહત્ત્વના ઉદ્યોગને ટેકવવાને અગર તેને ખીલવવાને તદ્દન જરૂરી હોય ત્યાં લગી ભલે ચલાવી લેવાય પણ પહેલી અનુકૂળ સંધિ મળતાંવેંત નાબૂદ કરવી જોઈએ. તમારા અરજદારો સાદર સૂચવવા ચાહે છે કે હાલમાં વિચારણા માટે મૂકવામાં આવેલો કાયદાનો ખરડો ઉપર વર્ણવેલા સિદ્ધાન્તનો સરિયામ ભંગ કરે છે. આમ મુદતી કરારની મુદત લંબાવવાની દરખાસ્ત (તમારી નામદાર ધારાસભાને સંતોષ થાય એ રીતે તમારા અરજદારોને આશા છે કે તેમણે બતાવી આપ્યું છે તેમ) અન્યાયી, પ્રયોજન વગરની નાહકની અને બ્રિટિશ રાજબંધારણના પાયાના સિદ્ધાન્તોના વિરોધમાં છે, તો કર નાખવાની દરખાસ્ત તેથીયે વધારે તેવી છે. લાંબા વખતથી એક સ્વયંસિદ્ધ સત્ય તરીકે સ્વીકારવામાં આવેલું છે કે કરવેરા નાખવાનું એકમાત્ર પ્રયોજન રાજ્યને માટે મહેસૂલ અથવા આવક મેળવવાનું છે. તમારા અરજદારો નમ્રપણે માને છે કે જેની દરખાસ્ત કરવામાં આવી છે તે