પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ગાંધીજીનો અક્ષરદેહ


સવાલો
જવાબ વિશેષ
હા અથવા ના
૧. મતાધિકારના કાયદામાં સુધારો કરવાનો ખરડો કોઈ

પણ જાતના સુધારા અગર ફેરફાર વગર અણિશુદ્ધ ન્યાયી કાયદાનું પગલું છે એવું તમે તમારા અંત:- કરણને પૂછીને કહી શકો ખરા કે?

૨. જે હિંદીઓ ગમે તે એક યા બીજા કારણસર પોતાનાં

નામ મતદારોની યાદીમાં દાખલ કરાવી શકયા નથી તેમને તેઓ ગમે તેટલા શક્તિશાળી હોય અથવા સંસ્થાનમાં તેમનાં ગમે તેવાં હિત હોય તોપણ ધારા- સભાની ચૂંટણીમાં હમેશને માટે મત આપવાની બંધી થવી જોઈએ ખરી કે ?

૩. તમે ખરેખર માનો છો કે બ્રિટિશ હિંદનો કોઈ

પણ પ્રજાજન સંસ્થાનનો પૂરેપૂરો નાગરિક બનવાને અથવા મત આપવાને કદી પૂરતી જરૂરી લાયકાત મેળવી કે કેળવી ન શકે ?

૪. માણસ મૂળે એશિયાઈ હોય તેટલા જ કારણસર

તે મતદાર ન થઈ શકે એ વાતને તમે ન્યાયી માનો છો?

૫. જે હિંદી મુદતી કરારથી અહીં સંસ્થાનમાં એવી

વસવાટ કરે છે તે કાયમને માટે હિંદ પાછા ફરવાનું પસંદ ન કરે તો હમેશને માટે અર્ધગુલામી અને અજ્ઞાનની દશામાં અહીં રહે એવું તમે ઇચ્છો છો.? ||

[મૂળ અંગ્રેજી]

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯૨૮. નાતાલના ગવર્નરને મળેલું પ્રતિનિધિમંડળ
ડરબન,


જુલાઈ ૩, ૧૮૯૪


નેક નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાન્સિસ હેલી-હચિન્સન, કે. સી. એમ. જી., નાતાલ સંસ્થાનમાં અને તેની ઉપર કમાન્ડર-ઈન-ચીફ [વડા સેનાધિપતિ], તેના જ વાઈસ-ઍડમિરલ [નાયબ નૌકા સેનાધિપતિ] અને સંસ્થાનના અસલ વતનીઓના સૌથી ઊંચા વડા

નેક નામદારને વિનંતી જે
૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૧લી તારીખે ડરબનમાં રહેતા આગેવાન હિંદીઓની સભામાં જેનું નાતાલ સંસ્થાનની માનનીય લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં ગઈ કાલે રાત્રે ત્રીજી વારનું વાચન થયું તે મતાધિકારના કાયદાના સુધારાના ખરડાની બાબતમાં આપ નેક નામદારની મુલાકાત લેવાની અમને વિનંતી કરવામાં આવી હતી.