પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫
લૉર્ડ રિપનને અરજી

સુધી ટ્રાન્સવાલની સરકારે ઉપાડેલો મુદ્દો મંજૂર રહેશે તો અંગત રીતે તે લોકોનું એકલાનું જ નહીં, જે બધાં અહીં ટ્રાન્સવાલમાં તેમ જ ત્યાં હિંદમાં એમ બંને ઠેકાણે ભરણપોષણને સારુ તેમના પર આધાર રાખે છે તે તેમનાં કુટુંબો અને સગાંવહાલાં તેમ જ નોકરો સુધ્ધાં સૌનું સમૂળગું સત્યાનાશ વળી જશે. તમારા અરજદારો પૈકી લાંબા વખતથી ટ્રાન્સવાલમાં વેપાર ખેડતા આવેલા કેટલાકને સારુ તેમના પોતાના કોઈ વાંકગુનાને કારણે નહીં પણ હમણાં તમને દેખાશે તે મુજબ થોડી હિતસંબંધ ધરાવનારી વ્યક્તિઓની અવળી રજૂઆતને કારણે પોતાની આજની સ્થિતિમાંથી હાંકી કાઢવામાં આવે તો નવાં ક્ષેત્રો શોધી કાઢી ત્યાં પોતાના ભરણપોષણ જોગું રળી શરીર નભાવવાનું પણ અશકય છે.

૧૦. આ સવાલનું ગંભીરપણું અને તેના નિરાકરણ સાથે સંડોવાયેલાં મોટાં મોટાં હિતો પોતાની પરિસ્થિતિનો ચિતાર કંઈક વિસ્તારથી રજૂ કરવા માટેનું અને તમો નામદારને તેના પર એકાગ્રતાથી ધ્યાન આપવાને નમ્રતાથી આજીજી કરવા માટેનું તમારા અરજદારોને સારુ નિમિત્ત બન્યાં છે.

૧૧. आफ्रिकाना असल वतनीओ सिवायनी बधी વ્યક્તિઓનાં હિતોને सरखी रीते રક્ષણ આપનારી ૧૮૮૧ની સાલની સમજૂતીની કલમ ૧૪મીનો કમનસીબ ત્યાગ ટ્રાન્સવાલમાં વસવાટ કરીને રહેલા હિંદીઓ આરોગ્ય ને સ્વચ્છતાના નિયમો બરાબર પાળતા નથી એવી માની લેવામાં આવેલી વાતમાંથી શરૂ થયો હોઈ તેને આધારે હજી પણ ચલાવી લેવામાં આવે છે અને હિતસંબંધ ધરાવનારી કેટલીક વ્યક્તિઓએ કરેલી ખોટી રજૂઆતને આધારે તે માન્યતા બંધાયેલી છે.

૧૮૮૫ના કાનૂન ૩ની બાબતમાં થયેલા આખાયે પત્રવહેવારમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકારે ભારપૂર્વક આગ્રહ રાખ્યો છે કે જાહેર સુખાકારીના હિતનો વિચાર કરી હિંદીઓને સારુ અલગ મહોલ્લાઓ ભલે મુકરર કરવામાં આવે પણ શહેરો કે કસબાઓના ઠરાવેલા અમુક વિસ્તારોમાં જ વેપાર કરવાને અગર દુકાનો ચલાવવાને તેમને ફરજ પાડી શકાય નહીં. ૧૮૮૫ના કાનૂન ૩નો થોડા વખતને સારુ જોરથી વિરોધ થયા બાદ ૧૮૮૬ના સુધારેલા કાનૂનની સામેનો વાંધો પડતો મૂકતાં તે વખતના હાઈકમિશનર સર એચ. રૉબિન્સન પોતાના (૧૮૯૪ની ગ્રીન બુક નં. ૧ના પાન ૪૬ પર આપવામાં આવેલા ૧૮૮૬ની સાલના સપ્ટેમ્બર માસની ૨૬મી તારીખના) પત્રમાં કહે છે: “સુધારેલો કાયદો હજી જોકે લંડનની સમજૂતીની ૧૪મી કલમનો ભંગ કરે છે, છતાં તે जाहेर आरोग्यनी सलामतीने सारु જરૂરી છે એવા તમો નામદારના અભિપ્રાયનો ખ્યાલ રાખી તેનો વધારે વિરોધ કરવાની ભલામણ નેક નામદાર શહેનશાહબાનુની સરકારને હું નહીં કરું.” લવાદી માટે નીમવામાં આવેલા પંચને આપવામાં આવેલી સૂચના અને ૧૮૮૫નો ૩જો કાનૂન ચોખ્ખનું દર્શાવે છે કે સમજૂતીના ત્યાગને કેવળ જાહેર સુખાકારીનાં કારણોસર મંજૂરી આપવાની હતી.

૧૨. આવા પ્રકારના ત્યાગને માટે જાહેર સ્વચ્છતાને લગતાં કારણો અસ્તિત્વમાં છે એવી માની લેવામાં આવેલી વાતની સામે તમો નામદારના અરજદારો અાથી પૂરા માન સાથે છતાં ભારપૂર્વક વિરોધ નોંધાવે છે.

૧૩. પોતાની વાત ચોખ્ખેચોખ્ખી જણાવનારાં અને સ્વચ્છતા તેમ જ આરોગ્યની દૃષ્ટિથી તમારા અરજદારોનાં રહેઠાણ યુરોપિયનોનાં રહેઠાણોથી કોઈ રીતે ઊતરતાં નથી એવું દર્શાવી આપનારાં દાક્તરો પાસેથી મેળવેલાં ત્રણ પ્રમાણપત્રો તેમણે આ સાથે જોડયાં છે. (પરિશિષ્ટ ૧, ૨, ૩) તમારા અરજદારો જે યુરોપિયનોનાં રહેઠાણો પોતાનાંની નજદીકના પડોશમાં છે તેમની