પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
ગાંધીજીનો અક્ષરદેહ



છે કે તમે નાતાલ પાછા આવવાનું વિચારશો ને તે વખતે તમારી સાથેના વેપારના સંબંધો ફરી ચાલુ કરવાની અમે ઉમેદ રાખીએ છીએ. તમારી મુસાફરી ઘણી આનંદ આપનારી નીવડી એવી આશા સાથે,

અમે છીએ,

 

તમારા વિશ્વાસુ,

 

આફ્રિકન બોટિંગ કંપની વતી

 

(સહી)ચાર્લ્સ ટી. હિચિન્સ

 

[મૂળ અંગ્રેજી]

પરિશિષ્ટો સાથેની અરજીની છાપેલી નકલની છબી પરથી.



પ૩. લોર્ડ એલ્જિનને અરજી[૧]
[મે, ૧૮૯૫ ]

નામદાર ધિ રાઈટ ઑનરેબલ ધિ અર્લ ઑફ એલ્જિન,

પી. સી., જી. એમ. એસ. આઈ., જી. એમ. આઈ. ઈ.
હિંદના વાઈસરોય અને ગવર્નર-જનરલ
કલકત્તા
દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાં રહેતા  નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે,

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંની હિંદી કોમના પ્રતિનિધિની હેસિયતથી તમારા અરજદારો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંના નેક નામદાર શહેનશાહબાનુના હિંદી બ્રિટિશ પ્રજાજનોની બાબતમાં તમો નમદારને આ વડે અરજ ગુજારવાનું સાહસ કરે છે.

જેના પર દસ હજારથીયે વધારે બ્રિટિશ હિંદીઓએ સહીઓ કરી છે અને જે ધિ રાઈટ ઑનરેબલ સંસ્થાનોના સેક્રેટરી ઑફ સ્ટેટને મોકલવામાં આવી હતી તે આના જેવી બીજી અરજમાં[૨] સમાવવામાં આવેલી હકીકતો તેમ જ દલીલો ફરી વાર રજૂ કરવાને બદલે તમારા અરજદારો આની સાથે પરિશિષ્ટો સાથેની તેની નકલ આમેજ કરવાની અને તેને જોઈ ધ્યાન પર લેવાની વિનંતી કરવાની તમો નામદારની રજા ચાહે છે.

પુખ્ત વિચારણા બાદ તમારા અરજદારો એવા નિર્ણય પર આવ્યા છે કે નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ અને આખાયે હિંદુસ્તાનના વાસ્તવિક શાસક તરીકે તમારું રક્ષણ અમે નહીં શોધીએ અને તે રક્ષણ બક્ષવાની કૃપા નહીં થાય તો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંના નહીં, બલકે આખાયે દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની દશા તદ્દન અસહાય બની જશે.


  1. લૉર્ડ રિપનને સાદ૨ ક૨વામાં આવેલી અરજીની સાથે આ અરજી સર જૅકોબસ દ વેટે કેપટાઉન મુકામે રહેતા હાઈ કમિશનરને ૧૮૯૫ની સાલના મે માસની ૩૦મી તારીખે રવાના કરી હતી.
  2. લોર્ડ રિપનને અ૨જી, જુઓ પાછળ પા. ૧૪૨