પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
મિ. ચેમ્બરલેનને અરજી


नथी. આપણે કાંઈક વધારે સ્પષ્ટ અને ચોક્કસ વસ્તુ જોઈએ છે. મારે આ પ્રશ્નનનો ઉકેલ આણવો છે અને એ ઉકેલ અંગે મારાથી બની શકે એટલી મદદ હું કરીશ. પણ હું ધારું છું કે आ विधेयकनी रचना खोटे रस्ते थयेली छे.એમાં એક બિના એવી છે કે જે साची नथी अने ते आपणने छेडा विनानी कोरटबाजी, मुसीबत अने हेरानगतिमां मूकी देशे. આ વિધેયકના બીજા વાચન માટે મત આપવાનું મારે માટે અશકય થશે.

મિ. બેઈલ ધારાસભાના એક આગળપડતા સભાસદ અને નાતાલના એક આગળ પડતા વકીલ છે. સંસ્થાનના સામાન્ય કાનૂન નીચે હિંદીઓ પાસે મતાધિકાર કાયમ રહે એ વાતના તેઓ વિરોધી છે તે છતાં મિ. બિન્સના વિચારો સાથે સંમત થઈને તેમણે હિંદીઓ તરફથી તેમ જ એકંદરે સંસ્થાન તરફથી વિધેયક પસાર નહીં કરવા ભાવનાવશ થઈને સભાગૃહને નીચે પ્રમાણે વિનંતી કરી:

ए कोरटबाजीने जन्म आपशे, दुश्मनावटनी लागणी पेदा करशे अने हिंदीओमां आपसाआपसमां उपद्रव उभो करशे. એ ઉપરાંત એનાથી પ્રિવી કાઉન્સિલને અપીલ કરવાને ઉત્તેજન મળશે અને આ સભાગૃહના સભાસદોની ચૂંટણી પર એનો બૂરો પ્રભાવ પડશે. આ પગલાંમાં સંડોવાયેલા મોટા પ્રશ્નોનો વિચાર કરતાં હું આશા રાખું છું કે આ વિધેયકને બીજા વાચનમાંથી પસાર થવા દેવામાં નહીં આવશે.

૮મી મેનું धि नाताल विटनेस પરિસ્થિતિનું સિંહાવલોકન નીચે મુજબ કરે છે:

જો વિધેયકને જેવું છે તેવું પસાર કરવામાં આવે અને તે કાનૂન બની જાય તો સંસ્થાન ગંભીર કોરટબાજીમાં ફસાઈ પડશે એ અમારી ચેતવણીને મિ. બિન્સ અને મિ. બેઈલનો ટેકો છે. અને મિ. સ્મિથનો અડધો લાડુ જે કશું નહીં કરતાં વધારે સારો છે તે એ કિંમતે ઘણો મોંઘો પડી જશે. વિધેયકને સમ્રાજ્ઞીની સરકારના કાયદાના સલાહકારોએ તપાસ્યું નથી એવું માનવાને અમને કારણ આપનાર એણે ઊભા કરેલા અત્યંત નાજુક પ્રશ્નો જ છે જો વિધેયકની ભાષામાં કાનૂનનો આશરો લેવાની જરૂર ન પડે એવો ફેરફાર નહીં કરવામાં આવે તો એ વાત નક્કી છે કે એ પ્રશ્નોને કોર્ટમાં લઈ જવામાં આવશે. એમાંના થોડા પ્રશ્નો આ રહ્યા : શું કોઈ સંસ્થાન એવા કાનૂનો બનાવી શકે જે ઇંગ્લંડના મૂળ નાગરિક હકના કાનૂનનો વિરોધ કરે છે? બ્રિટિશ હિંદીઓ બ્રિટિશ પ્રજાજન છે કે નહીં? બીજા શબ્દોમાં કહીએ તો आ विधेयक साम्राज्यमांना ब्रिटिश हिंदना स्थान विषेना आखा प्रश्नने आगळ करे छे. શું ૧૮૫૮ના ઢંઢેરા પછી એની મારફતે આપવામાં આવેલા ખાસ હકોનો કોઈ પણ ભાગ લઈ લેવા માટે નાતાલમાં ખાસ કાનૂનો પસાર થઈ શકે?

૮મી મેના પોતાના અગ્રલેખમાં વિધેયકનું દ્વિઅર્થીપણું અને અસ્પષ્ટતા વિષે ખેદ દર્શાવ્યા બાદ नाताल एडवर्टाईझर કહે છે:

આ આખી પરિસ્થિતિ પાછળની સાચી વાત એ છે કે હાલના આ વિધેયકની એક એક લીટી ઝઘડાઓનું ગૂઢ આશ્રયસ્થાન છે, જે આ સંસ્થાનમાંની હિંદીઓ અને યુરોપિયનો વચ્ચેની મત સંબંધેની લડાઈને, વર્ષો સુધી અને કદાચ વધતી જતી કડવાશ સાથે કાયમી બનાવવાને માટે કોઈ દિવસે ખુલ્લું થશે.

તમારા અરજદારો સમ્રાજ્ઞીની સરકારને એવી વિનંતી કરે છે કે તે સારા સંસ્થાનને નહીં તો માત્ર હિંદી કોમને, જે ભયનું અસ્તિત્વ જ નથી તેને ટાળવા માટેની આવી ઉદ્દેગભરી ભાવિ ઘટનામાંથી – કાયમી આંદોલનમાંથી –બચાવી લે.