પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
ગાંધીજીનો અક્ષરદેહ

ધાર્મિક જ્ઞાનની શક્તિમાં ટૉલ્સ્ટૉય કરતાં પણ મહાન અને તેમના જીવન ઉપર અસર પહોંચાડનારા ત્રણ મહાપુરુષોમાંના એક ગણતા હતા. વિદેશના પ્રવાસ સામેની જ્ઞાતિની બંધીનો ભંગ કરવા બદલ નાસિકમાં પ્રાયશ્વિત્ત વિધિ કર્યો. રાજકોટ પહોંચ્યા અને તેમના ભાઈ લક્ષ્મીદાસ સાથે રહ્યા. જુલાઈ ૨૦: ફરીથી જ્ઞાતિમાં લઈ લેવામાં આવ્યા છતાં હજી પણ તેના એક વિભાગે બહિષ્કાર ચાલુ રાખ્યો. નવેમ્બર ૧૬ : મુંબઈની હાઈકોર્ટમાં એડવોકેટની સનદ મેળવવા અરજી આપી.

૧૮૯૨

માર્ચ-એપ્રિલ : કુટુંબમાં બાળકોની કેળવણી પ્રત્યે આધુનિક ઢબે ધ્યાન આપવાનું શરૂ કર્યું, અને ભોજન તથા પોશાકમાં પશ્ચિમની પદ્ધતિ અખત્યાર કરી.
મે ૧૪ : સરકારી ગૅઝેટમાં જાહેર કરીને કાઠિયાવાડની એજન્સીઓની અદાલતોમાં વકીલાત કરવાની પરવાનગી આપવામાં આવી.
રાજકોટમાં વકીલાત કરવાનું મુશ્કેલ લાગતાં અનુભવ મેળવવા મુંબઈ ગયા, એક મિત્ર જોડે ખોરાકના અખતરા કર્યા. ગભરાટને કારણે પહેલો કેસ છોડી દીધો અને અરજીઓ ઘડવાનું કામ પસંદ કર્યું. શિક્ષકનું કામ શોધવાને વિવશ બન્યાં, પણ પોતે ગ્રેજયુએટ નહોતા એટલે તેમને ના પાડવામાં આવી.
મુંબઈનું કામકાજ સમેટી લઈને, છ માસ બાદ, રાજકોટમાં ભાઈ સાથે ફરીથી રહ્યા. એમની સાથે મળીને અરજીઓ અને નિવેદનપત્રો ઘડવાનું કામ કરતાં માસિક રૂ. ૩૦૦ કમાાવા લાગયા.

૧૮૯૩

અપ્રિલ : દાદા અબદુલ્લા ઍન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકામાં કાનૂની કામ માટે આમંત્રણ આપતાં જલદીથી તે તક ઝડપી લઈ ડરબન જવા રવાના થયા. એક વર્ષમાં પાછા ફરવાનો વિચાર રાખી પત્ની અને બાળકને રાજકોટમાં છોડી ગયા.
મે : લગભગ મહિનાની આખરે નાતાલ બંદરે પહેાંચ્યા. જ્યાં હિંદીઓ પ્રત્યે રાખવામાં આવતા બૂરા વર્તાવથી તેમને આઘાત લાગ્યો.
મે-જૂન : આવ્યા બાદ બીજે કે ત્રીજે દિવસે ડરબનની અદાલતની મુલાકાત લીધી, પાઘડી ઉતારવાનું કહેવામાં આવતાં તેમણે તે સ્થળ છોડી જવાનું પસંદ કર્યું. એ બનાવ વિષે છાપાંને લખ્યું: “વણનોતર્યા મહેમાન” કહેવાયા, પણ એનાથી ભારે પ્રસિદ્ધિ થવા પામી. એ પછી સાત આઠ દિવસ બાદ અસીલના કામે પ્રિટોરિયા ગયા. ટ્રેનની અને ધોડાગાડીની મુસાફરી દરમિયાન એમને રંગના ભેદભાવનો બહુ કડવો અનુભવ થયો.
રંગદ્વેષના “રોગને નિર્મૂળ કરવાની લડત ચલાવવા અને એ કાર્ય અંગે કષ્ટો સહન કરવાનો નિશ્ચય કર્યો, વકીલ અને ધમેપદેશક બેકરે રંગદ્રેષ પ્રચલિત હોઈ એ અંગે ચેતવણી આપી અને એક ગરીબ બાઈની વીશીમાં તેમને માટે રહેવાનો પ્રબંધ કર્યો.
બેકરની પ્રાર્થનાસભામાં હાજરી આપી અને મિ. કોટ્સ, એક કવેકર પંથી, અને મિસિસ હેરીસ તથા મિસિસ ગેબ જેવાં ખ્રિસ્તીઓની ઓળખાણ કરાવવામાં આવી, જેઓ મિત્ર બની ગયાં.