પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭
તારીખવાર વૃત્તાંત

મે (૧૪મી બાદ): પંચના ચુકાદામાં હિંદીઓના વેપારી અધિકારોને અદાલતોની દયા ઉપર છોડી દીધા હતા એ અન્યાય વિરુદ્ધ લૉર્ડ રિપનને ફરીથી અપીલ કરી.

જૂન ૧૭: ગિરમીટિયા મજૂર બાલાસુંદરમનો કોર્ટમાં બચાવ કર્યો અને તેને છોડાવ્યો. આ કેસને લઈને ગિરમીટિયા મજૂરો સાથે સંપર્કમાં આવ્યા.

જૂન ૨૬ : વસાહતી વિધેયકમાંની ગિરમીટિયા મજૂરો ઉપર અસર કરતી કલમો વિરુદ્ધ વિધાનપરિષદને અરજી કરી.

ઓગસ્ટ ૧૧ : ગિરમીટ મુક્ત હિંદીઓ ઉપર ૩ પાઉંડની લાઈસન્સ ફી નાખવા સામે વિરોધ દર્શાવતી એક લાંબી અરજી ચેમ્બરલેનને મોકલી. લૉર્ડ એલ્જિનને અા કામમાં દરમિયાનગીરી કરવા અથવા વધુ હિંદી મજૂરીને લાવતાં રોકવા વિનંતી કરી.

સપ્ટેમ્બર ૧૨ : ચેમ્બરલેને નાતાલ સરકારને એ વાતની જાણ કરી કે સમ્રાજ્ઞીની સરકારે મતાધિકાર વિધેયકને હાલના સ્વરૂપમાં મંજૂર કરવાની ના પાડી છે.

સપ્ટેમ્બર ૨૫, ૩૦: ગાંધીજીએ અખબારોને લખીને એ વાતનો અસ્વીકાર કર્યો કે નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ એ એક ગુપ્ત સંસ્થા છે અથવા તે પોતે એના પગારદાર નોકર છે. પરંતુ એમણે એ વાતની જવાબદારી સ્વીકારી કે એના બંધારણનો ખરડો એમણે જ તૈયાર કર્યો હતો.

ઑકટોબર ૨૨ : લોકોને ફરજિયાત લશ્કરી સેવામાંથી મુક્ત કરતી સૈનિક ભરતી સંધિમાં “બ્રિટિશ પ્રજા” શબ્દોનો અર્થ માત્ર તે ગોરાઓને જ લાગુ પડે છે એવો કરવા સામે વિરોધ દર્શાવતો તાર બ્રિટિશ હિંદી રક્ષા સમિતિ તથા જોહાનિસબર્ગના હિંદીઓએ ચેમ્બરલેનને મોકલ્યો.

નવેમ્બર ૧૮ : નાતાલ સરકારે મતાધિકાર વિધેયકનો એક નવો જ ખરડો બ્રિટિશ સંસ્થાન મંત્રીને મોકલ્યો. એશિયાઈ કાનૂનના ટેકામાં યુરોપિયનોએ લેડીસ્મિથ, સેલિસબરી, બેલેર વગેરે જગ્યાએ સભાઓ ગોઠવી.

નવેમ્બર ૨૬ : સૈનિક ભરતી સંધિમાં રહેલા ભેદભાવ સામે ગાંધીજીએ ચેમ્બરલેન ઉપર એક વિનંતીપત્ર મોકલ્યો.

ડિસેમ્બર ૧૬ : धि इन्डियन फ्रॅन्चाईझ : एन अपील टु एवरी ब्रिटन इन साउथ आफ्रिका (હિંદી મતાધિકાર : દક્ષિણ આફ્રિકાના દરેક અંગ્રેજને એક અપીલ) એ પુસ્તિકા પ્રગટ કરી.

૧૮૯૬

જાન્યુઆરી ર૩: નાતાલની અદાલતમાં ગુજરાતી દુભાષિયા તરીકે નિમાવા માટે ગાંધીજીએ અરજી કરી.

જાન્યુઆરી ૨૭: લંડનના टाइम्स પત્રે ગાંધીજીનો ઉલ્લેખ આ રીતે કર્યો: “દક્ષિણ આફ્રિકામાંના પોતાના હિંદી સાથી પ્રજાજનો માટેના તેમના પ્રયાસો તેમને આદરને પાત્ર બનાવે છે.”

ફેબ્રુઆરી ૨૬ : ઝૂલુલૅન્ડના ગવર્નરને કસબાનાં ગામોનાં નિયમનો વિરુદ્ધમાં અરજી મોકલી.

માર્ચ ૩: વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા મતાધિકાર વિધેયકનો નવો ખરડો નાતાલના સરકારી ગૅઝેટમાં બહાર પડયો.

માર્ચ ૫: કસબાનાં ગામોના નિયમનો વિરુદ્ધની અરજીને સરકારે નામંજૂર કરી દીધી.