પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
ગાંધીજીનો અક્ષરદેહ


માર્ચ ૧૧ : કસબાઓ અંગેનાં નિયમનો વિરુદ્ધ ગાંધીજીએ ચેમ્બરલેનને વિનંતીપત્રો મોકલ્યા.

એપ્રિલ ૨૭ : પોતપોતાના દેશોમાં સંસદીય મતાધિકાર નહીં ધરાવતા લોકોને મતાધિકારથી વંચિત કરવા માટેનું એના સુધારેલા સ્વરૂપનું મતાધિકાર વિધેયક નાતાલ સંસદમાં રજૂ થયું. એ વિધેયકની વિરુદ્ધમાં પિટરમેરિત્સબર્ગની વિધાનસભામાં નાતાલના હિંદીઓએ અરજી કરી.

મે ૬ : મતાધિકાર વિધેયક બીજા વાચનમાંથી પસાર થયું.

મે ૭ : ગાંધીજીએ ચેમ્બરલેનને તથા હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની બ્રિટિશ કમિટીને એવી મતલબના તાર કર્યા કે જ્યાં સુધી હિંદીઓનો વિનંતીપત્ર રજુ નહીં થાય ત્યાં સુધી મતાધિકાર વિધેયકને અથવા તેના ઉપરના કોઈ પણ સુધારાને મંજૂરી આપવામાં નહીં આવે.

મે ૧૩ : વિધાનસભામાં મતાધિકાર વિધેયકનું ત્રીજું વાચન પૂરું થતાં તે પસાર થયું.

મે ૨૬ : ડરબનની હિંદી કોમના પ્રતિનિધિઓએ, હિંદ જવા તૈયાર થયેલા ગાંધીજીને એવો અધિકાર આપ્યો કે “તેમણે હિંદમાં રાજયના સત્તાધારીઓ, લોકનેતાઓ અને જાહેર સંસ્થાઓને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ જે હાડમારીઓ ભોગવી રહ્યા છે તે રજૂ કરવી.”

જૂન ૨ : નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ તરફથી માનપત્ર અપાયું.

જૂન ૪: કૉંગ્રેસ હૉલમાં મળેલી વિદાયસભામાં ગાંધીજીને ડરબનના હિંદીઓએ માનપત્ર આપ્યું.

જૂન ૫ : ગાંધીજી હિંદ જવા રવાના.