પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
દક્ષિણ આફ્રિકાના રાજયબંધારણનું માળખું

છેક ૧૯૦૭માં આ સંસ્થાનને સ્વરાજ ભોગવતા સંસ્થાનનો દરજજો પ્રાપ્ત થયો. એના બંધારણમાં અને જૂના પ્રજાસત્તાકનું ખાસ લક્ષણ એવા સખત રંગભેદ સામે ગોરા પુરુષોના મતાધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો. બીજુ એ પણ ઠરાવવામાં આવ્યું કે બીજું ધારાગૃહ એટલે વિધાનપરિષદ નિયુક્ત કરેલી હોય અને તેના ઉપરની નિમણૂકો શરૂમાં ગવર્નર કરે અને પાછળથી કાઉન્સિલ સમેત ગવર્નર કરે.

ટ્રાન્સવાલ

ટ્રાન્સવાલે એક નિયુક્ત કરેલી કારોબારી કાઉન્સિલ અને એક વિધાનસભાવાળું જે તાજ નીચેના સંસ્થાનનું બંધારણ ૧૮૭૯માં મેળવ્યું હતું તેને પ્રિટોરિયાના કરાર વડે સુધારવામાં આવ્યું, એ કરાર નીચે બ્રિટિશ સાર્વભૌમ સત્તા માન્ય રાખવાની શરતે સંપૂર્ણ સ્વરાજના દરજજાની બાંયધરી આપવામાં આવી હતી. લંડન કરારમાં પહેલાંના આ કરારનો પ્રાસ્તાવિક ભાગ દૂર કરવામાં આવતાં આ સુધારો નકામો બની ગયો. ૧૮૯૭માં ટ્રાન્સવાલ ઑરેન્જ રોવર સંસ્થાન સાથે સમાન હિતોની બાબતમાં સલાહ આપવા માટેની એક કાયમી કાઉન્સિલની સ્થાપના કરવામાં જોડાયું.

સન ૧૯૦૦માં બ્રિટિશોએ ટ્રાન્સવાલની સત્તા પોતાના હાથ પર લેતાં મિલનરને ત્યાંના વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) તરીકે નીમ્યા. જૂની કાનૂનપોથીમાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા અને સૉલોમન કમિશનની ભલામણથી કેપ સંસ્થાનમાંના કાનૂનોની ઢબે રાજ તરફથી ઢંઢેરા મારફતે સંખ્યાબંધ કાનૂનો બનાવવામાં આવ્યા. ૧૯૦૧માં જોહાનિસબર્ગને મ્યુનિસિપલ શાસન આપવામાં આવ્યું અને બીજે વર્ષે પ્રિટોરિયાને પણ આપવામાં આવ્યું. વીરીનીઝીંગની સંધિમાં તાજ નીચેના સંસ્થાનનો દરજજો આપવાની અને ધીમે ધીમે એ દરજ્જાને જવાબદાર શાસન સુધી પહોંચાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૦૨માં ટ્રાન્સવાલને કારોબારી કાઉન્સિલ અને વિધાનપરિષદ મળી. આ બંને નિયુક્ત થયેલા સભ્યોની છે, અને, એક લેફ્‌ટનન્ટ ગવર્નર સાથે ખાતાંઓના કાર્યપાલક ઉપરીઓની બનેલી છે. ૧૯૦૩માં વિધાનપરિષદ અને એ જ વર્ષમાં થોડા સમય બાદ આંતર-સાંસ્થાનિક કાઉન્સિલ રચવામાં આવી. ૧૯૦૫માં લિટલટન-બંધારણનો અમલ કરવામાં આવ્યો, જેમાં ગવર્નરને જવાબદાર એવા અમલદારોના હાથમાં અધિકાર રહે એવી ચૂંટાયેલી વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી છે. આ વિધાનસભા ૪૪ સભ્યોની બની હતી. એમાં બ્રિટિશ સરકારે નીમેલા કાર્યપાલક અમલદારો સિવાયના બધા સભ્યો ચૂંટાયેલા હતા.

૧૯૦૬માં શાહી ફરમાનથી લિટલટન બંધારણ રદ કરવામાં આવ્યું અને સંસ્થાનને સ્વ-શાસનનો અધિકાર મળ્યો. ટ્રાન્સવાલે જૂના પ્રજાસત્તાકની ઢબનો ગોરાઓ માટેનો પુખ્ત ઉંમરના પુરુષોનો મતાધિકાર દાખલ કર્યો પણ બિનગોરાઓને કાનૂન મુજબના અધિકારો આપ્યા, પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ સ્થાપવામાં આવી અને તેની મારફતે જ્યાં સુધી ગોરાઓની મોટી બહુમતીના શાસનની પાકી ખાતરી ન થઈ ત્યાં સુધી દેશી લોકોને મતાધિકાર આપવાનું મુલતવી રાખવામાં આવ્યું. બીજું ધારાગૃહ અથવા વિધાનપરિષદને ઑરેન્જ રોવર સંસ્થાનમાં છે તે મુજબની નિયુક્ત સંસ્થા બનાવવામાં આવી. ૧૯૦૮ની સામાન્ય ચૂંટણી બાદ સરકારે સંખ્યાબંધ પ્રતિબંધ મૂકનારા કાનૂનો બનાવ્યા.

સંઘરાજય

૧૯૧૦માં દક્ષિણ આફ્રિકાનાં ચારે રાજ્યોને દક્ષિણ આફ્રિકાના સંધરાજ્યમાં ફેરવી નાખવામાં આવ્યાં. સંઘરાજ્યના તંત્રમાં કાઉન્સિલ સમેત ગવર્નર જનરલ અને એની મદદ માટે