પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
ગાંધીજીનો અક્ષરદેહ

અમુક સંખ્યામાં કારોબારી કાઉન્સિલના સભ્યો અને રાજયનાં ખાતાંઓના મંત્રીઓ હતા, જેમની સંખ્યા દસથી વધવી ન જોઈએ.

સંઘરાજય ઉપર સાર્વભૌમ સત્તા ધરાવતી સંઘસંસદ, સમ્રાટ અને સંઘરાજ્યનાં ધારાગૃહો એટલે સેનેટ અને લોકસભાની બનેલી છે. નાણાકીય બાબતો બાદ કરતાં બંને ગૃહોને કાનૂન બનાવવાના સરખા હકો છે. બધાં જ વિધેયકો બંને ગૃહોમાંથી પસાર કરવાનાં હોય છે અને કોઈ પણ ઝઘડાનો ઉકેલ સંયુક્ત બેઠકે કરવાનો હોય છે. સંસદને પોતાનું બંધારણ (દક્ષિણ આફ્રિકા કાનૂન) બદલવાનો અધિકાર છે. એમાં અપવાદ ત્રણ અલગ રખાયેલી કલમોનો છે જેને બંને ગૃહોની સંયુક્ત બેઠકની બેતૃતીયાંશ બહુમતી જ માત્ર ફેરવી શકે. આ કલમોના વિષયો છે (૧) અંગ્રેજી અને ડચને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપવી. (૨) મતાધિકારમાં કોઈ પણ એવો ફેરફાર જે જાતિ અને રંગને કારણે કેપ પ્રાંતના લોકોના મતના અધિકારોમાં ઘટાડો કરે. અને (૩) બંને ગૃહોની સાધારણ કાર્યવાહીથી બંધારણ સુધારવાની સંસદને સત્તા આપવાની બાબત, એમાં બીજી બે કલમો અને ખુદ આ કલમની બાબતોને અપવાદ તરીકે ગણવી.

લોકસભા જે સીધા જનતાના મતથી પાંચ વર્ષ માટે ચૂંટાય છે તેમાં ૧૫૯ બેઠકો હતી. અને તે બધી યુરોપિયનો માટે હતી. એમાંના ૧૫૦ લોકોને ચારે પ્રાંતોમાંના મતદારો, ૬ને દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના યુરોપિયન મતદારો અને ૩ને કેપ સંસ્થાનમાંના આફ્રિકન મતદારો ચૂંટતા હતા. મતદાતાઓમાં (૧) ૨૧ વર્ષ ઉપરની ઉંમરના યુરોપિયનો હતા. વસાહતીઓ છ વર્ષના વસવાટ બાદ અને બ્રિટિશ પ્રજાજનો પાંચ વર્ષના વસવાટ બાદ નાગરિક હક માટે અરજી કરી શકતા હતા. આ વાત ગૃહમંત્રીના પોતાના ખાસ અધિકારની હતી. કેપ અને નાતાલ સંસ્થાનોમાંના અક્ષરજ્ઞાન ધરાવતા બિનગોરા પુરુષો અને જેઓ વર્ષે ૭૫ પાઉંડ કમાતા હોય અથવા ૫૦ પાઉંડની સ્થાવર મિલકત ધરાવતા હોય તેમને મત આપવાનો અધિકાર હતો; અને માત્ર કેપ સંસ્થાનમાં અક્ષરજ્ઞાન ધરાવતા આફ્રિકન પુરુષો જેઓ કાં તો વર્ષે ૭૫ પાઉંડ કમાતા હોય અથવા ૫૦ પાઉંડની સ્થાવર મિલકત ધરાવતા હોય તેમને ત્રણ સભ્યો ચૂંટવા માટે જુદી મતયાદી ઉપર નેાંધાવાનો હક હતો, મતદારમંડળોમાં મતદારોની સંખ્યા એકસરખી રખાઈ હતી. વધઘટ માટે નક્કી સંખ્યાના ૧૫ ટકા ઓછા અથવા વધારેનો ગાળો રાખવામાં આવ્યો હતો.

સેનેટ અથવા રાજસભાની મુદત ૧૦ વર્ષની હતી. અને તે ૪૮ જેટલા બધા જ મિલકત ધરાવતા યુરોપિયન સભ્યોની બનેલી હતી. એમાં દરેક પ્રાંતમાંથી ૮ની ચૂંટણી તે પ્રાંતના સંસદસભ્યો અને પ્રાંતીય પરિષદ તથા ૨ની ચૂંટણી દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના સંસદસભ્યો તથા વિધાનસભા કરતી હતી; ૧૦ની નિમણૂક સરકાર કરતી અને ૪ની ચૂંટણી પાંચ વર્ષ માટે સંધરાજ્યના આફ્રિકનો, એમના મુખિયાઓ, દેશીઓની કાઉન્સિલો અને દેશીઓનાં સલાહકાર મંડળો મારફતે આડકતરી ચૂંટણીથી કરતા.

પ્રાંતીય સરકારો

પ્રાંતીય સરકારોમાં (૧) એક શાસનાધિકારી (એડમિનિસ્ટ્રેટર) જેની નિમણૂક પાંચ વર્ષ માટે સંઘરાજ્ય સરકાર કરતી હતી. અને તેને સંસદને જાણ કરીને કાઉન્સિલ સમેત માત્ર ગવર્નર જનરલ જ કાઢી મૂકી શકતા હતા; (૨) ચાર જણની કારોબારી કમિટી જે ત્રણ વર્ષ માટે પ્રાંતીય કાઉન્સિલોના સભ્યો મારફતે પ્રમાણસરના મતદાનથી ચૂંટાતી હતી; અને (૩) પ્રાંતીય પરિષદો