પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૮
ગાંધીજીનો અક્ષરદેહ
૧૮૯૬ નાતાલમાં ૧૮૯૬નો મતાધિકારરહિત કરવાનો ૮મો કાનૂન દાખલ કરવામાં આવ્યો.

કેપ સંસ્થાનમાં રોડ્સ મુખ્યમંત્રીપદનું રાજીનામું આપે છે.
ટ્રાન્સવાલના દેશી મજૂર કમિશને પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકામાં મજુર ભરતી કાર્યાલયો ખોલવાનો એકહથ્થુ હક મેળવી લીધો.

૧૮૯૭ ટ્રાન્સવાલમાં ૧૮૮૫ના ત્રીજા કાનૂન વિષેના કમિશનનો હેવાલ લોકસભાએ સ્વીકાર્યો.

કાનૂન ત્રીજાથી ગોરા અને બિનગોરા લોકો વચ્ચેના લગ્ન પર પ્રતિબંધ મુકાયો.
નાતાલમાં ચૂંટણી. એસ્કમ્બ પછી બિન્સ મખયમંત્રીપદે આવ્યા.
૧૮૯૭નો પ્રવાસી પ્રતિબંધક કાનૂન ૧લો નાતાલમાં જારી કરવામાં આવ્યો.
૧૮૯૭નો વેપારી પરવાના કાનૂન ૭૮ પસાર થયો.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ વચ્ચેનું બ્લૂમફોન્ટીન સંમેલન.
કેપમાં મિલ્નર હાઈકમિશનર તરીકે નિમાયા.
સમ્રાજ્ઞીનો હીરક મહોત્સવ.
બ્રિટન અને સંસ્થાનોના વડા પ્રધાનોની પ્રથમ પરિષદ લંડનમાં ભરાઈ.

૧૮૯૮ બ્લૂમફોન્ટીનમાં ટ્રાન્સવાલ અને બ્રિટનના પ્રતિનિધિઓની પરિષદ મળી.

નાતાલ કસ્ટમ્સ યુનિયનમાં જોડાયું.
બોન્ડ પક્ષના નેતા તરીકે શ્રાઈનર કેપ સંસ્થાનમાં મુખ્ય મંત્રી બન્યા.
ક્રૂગર પ્રેસિડેન્ટ તરીકે ફરી ચૂંટાયા.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટની 'સંઘ રેન્ડ' પહેલી વાર મળી.

૧૮૯૯ બોઅર યુદ્ધ ફાટી નીકળ્યું. બ્રિટિશ આગેવાનોએ હિંદીઓ પ્રત્યેના ગેરવર્તાવને યુદ્ધના

એક કારણ તરીકે ગણાવ્યું.
હિંદથી આવેલી બ્રિટિશ ફોજ ડરબનમાં ઊતરી.

૧૯૦૦ ઑરેન્જ ફ્રી સ્ટેટનો બ્રિટિશ મુલક ઑરેન્જ રીવર સંસ્થાન તરીકે જાહેર થયો. ટ્રાન્સવાલને બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવ્યું.

૨૦,૦૦૦ બોઅર નિરાશ્રિત સ્ત્રી-બાળકો-બ્રિટિશ કેદી છાવણીઓમાં મૃત્યુ પામ્યાં, જમીન અંગેનો લૅન્ડ સેટલમેન્ટ કમિશનનો હેવાલ બહાર પડયો.

૧૯૦૧ જોહાનિસબર્ગમાં મ્યુનિસિપલ રાજતંત્ર ચાલુ થયું.
૧૯૦૨ વીરીનીઝીંગની સંધિથી બોઅરયુદ્ધનો અંત આવ્યો.

રોડ્સનું અવસાન થયું.
પ્રિટોરિયામાં મ્યુનિસિપલ રાજતંત્ર ચાલુ થયું.
પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાની સરકારે દક્ષિણ આફ્રિકાની મંજૂરી માટે પોતાના પ્રદેશમાંથી ભરતી થતા દરેક દેશી માટે ૧૩ શિલિંગની ફી આપવાની દરખાસ્ત મૂકી.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાનમાં નવી સરકારોની જાહેરાત થઈ.
ચેમ્બરલેને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી, પ્રિટોરિયા અને બ્લૂમફોન્ટીનમાં સંધિની શરતોમાં છૂટછાટ મૂકવાની બોઅર લોકોની દલીલોને અસ્વીકાર કરવામાં આવ્યો.

૧૯૦૩ શાંતિરક્ષા વટહુકમ વડે હિંદીઓના ટ્રાન્સવાલ પ્રવેશ ઉપર નિયમન મુકાયું.

ટ્રાન્સવાલ બ્રિટિશ હિંદી સંધ સ્થપાયો અને તેણે એશિયાઈ ઓફિસના કામકાજ વિરુદ્ધ અરજી ) કરી.