પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૯
દક્ષિણ આફ્રિકાનું ટૂંકું વૃત્તાંત

બ્લૂમફોન્ટીનમાં કસ્ટમ્સ યુનિયનની સ્થાપના થઈ.
ટ્રાન્સવાલ અને ઑરેન્જ રીવર સંસ્થાનમાંના બિનસરકારી પ્રતિનિધિઓ સાથેની અાંતર સાંસ્થાનિક કાઉન્સિલ, સામાન્ય હિતો બાબતમાં હાઈ કમિશનરને સલાહ આપવાને સ્થાપવામાં આવી.
બ્લૂમફોન્ટીન સંમેલને દેશીઓના મામલા માટેનું કમિશન સ્થાપ્યું.
ટ્રાન્સવાલ વિધાનપરિષદે ગિરમીટ નીચેના બિનગોરા મજૂરોની ભરતી માટે દરખાસ્ત મંજૂર કરી.
ટ્રાન્સવાલમાં સોળ વર્ષ ઉપરની ઉંમરના પુરુષો અને ૧૩ વર્ષ ઉપરની ઉંમરની સ્ત્રીઓ ઉપર વાર્ષિક ૩ પાઉન્ડનો કર લાગુ કરવામાં આવ્યો.

૧૯૦૪ ક્રૂગરનું મૃત્યુ, જોહાનિસબર્ગમાં પ્લેગ ફાટી નીકળ્યો. લૉર્ડ કર્ઝનના ખરીતામાં એવું

કહેવામાં આવ્યું કે તેમની સામેના “નાતાલના કડવા દાખલાને” લઈને હિંદી મજૂરોને ટ્રાન્સવાલ મોકલવાનો હિંદમાં ઉત્સાહ નથી.
સંસ્થાન કચેરીએ ચીની મજૂરો લાવવાના વટહુકમને મંજૂરી આપી.

૧૯૦૫ દક્ષિણ આફ્રિકા માટે સ્વરાજની માગણી કરવા માટે સ્મટ્સની બ્રિટનની યાત્રા. એમણે

બ્રિટિશ વડા પ્રધાન કેમ્પબેલ-બેનરમેન પાસેથી એનું વચન મેળવ્યું.
ટ્રાન્સવાલમાં હેટ વોક (લોકપક્ષ) સ્થપાયો.
લિટલટન બંધારણ અમલમાં આવ્યું.

૧૯૦૬ ટ્રાન્સવાલમાં શાહી ફરમાનથી લિટલટન બંધારણ રદ કરવામાં આવ્યું અને જવાબદાર

શાસન મંજૂર થયું. કેપ સરકારે લૉર્ડ સેલ્બોર્નને દક્ષિણ આફ્રિકાનાં રાજયોનું રાજદ્વારી જોડાણ કરવાનો વિચાર કરવા વિનંતી કરી.
એશિયાઈ નેાંધણી વટહુકમ અમલમાં આવ્યો. એશિયાઈઓને ભવિષ્યમાં ટ્રાન્સવાલમાં નહીં આવવા દેવા અંગેનો કાનૂન મંજૂર થયો.
કેપ સંસ્થાને ૧૯૦૬નો વસાહતી કાનૂન પસાર કર્યો.

૧૯૦૭ ઝૂલુ બળવો.

ઑરેન્જ રીવર સંસ્થાનને જવાબદાર રાજતંત્ર આપવામાં આવ્યું.
હિંદી મજૂરો વિષેના કમિશને એને લાવવાની ભલામણ કરી.
ટ્રાન્સવાલમાંની સામાન્ય ચૂંટણીમાં બોથાની આગેવાની નીચે હેટ વોક (લોકપક્ષ) સત્તા પર આવ્યો.
એશિયાઈ (ચીની) મજૂર વટહુકમ રદ કરવામાં આવ્યો.
દક્ષિણ આફ્રિકામાં રાજદ્વારી સંયોજન વિષેની સેલ્બોર્નની વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી.
લંડનમાં વડા પ્રધાનોની પરિષદ.

૧૯૦૮ કેપ સંસ્થાનમાંની સામાન્ય ચૂંટણીમાં મેરીમૅનની આગેવાની નીચે દક્ષિણ આફ્રિકા

પક્ષ સત્તા ઉપર આવ્યો.
ડરબનના રાષ્ટ્રીય સંમેલને સંઘરાજ્ય (ફેડરેશન) કરતાં સંયુક્ત રાજ્ય (યુનિયન)ના બંધારણની મોટા ભાગની કલમો મંજૂર રાખી.
સ્વેચ્છાપૂર્વકની નોંધણીને કાયદેસર બનાવવાને ૩૬મો કાનૂન પસાર કરવામાં આવ્યો.