પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૫
નોંધો


બેનરજી, સર સુરેન્દ્રનાથ (૧૮૪૮-૧૯૨૫): આગલી હરોળના વિનીત રાજદ્રારી આગેવાન. એઓ ૧૮૯૦માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રતિનિધિમંડળમાં ઇંગ્લંડ ગયા હતા. બંગાળની વિધાનપરિષદના સભાસદ (૧૮૯૩-૧૯૦૧), કલકત્તાના આગળ પડતા અખબાર बेंगालीના માલિક અને તંત્રી. મૉન્ટફર્ડ સુધારા નીચે બંગાળની કારોબારી કાઉન્સિલના સભ્ય બન્યા. ૧૮૯૫ અને ૧૯૦૨માં કૉંગ્રેસના પ્રમુખ.

બ્લૂમફોન્ટીન : ઑરેન્જ ફ્રી સ્ટેટનું મુખ્ય શહેર અને ૧૯૧૦ બાદ સંઘરાજ્યનું ન્યાય ખાતાને લગતું મુખ્ય શહેર. જોહાનિસબર્ગથી ૨૫૪ માઈલને અંતરે આવેલું છે.

ભાવનગર : કાઠિયાવાડમાં આવેલું પહેલાંનું એક દેશી રાજ્ય, હાલમાં ગુજરાત રાજયમાં જોડાઈ ગયું છે.

મહેતા, સર ફિરોજશા (૧૮૪૫-૧૯૧૫) : હિંદી આગેવાન, એમણે મુંબઈના જાહેર જીવનની લાંબા સમય સુધી આગેવાની કરી હતી; બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના આદ્ય સ્થાપકોમાંના એક. મુંબઈ : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ત્રણ વખત પ્રમુખ બન્યા. મુંબઈ વિધાનપરિષદના સભાસદ અને પાછળથી વાઈસરૉયની વિધાનપરિષદના સભાસદ. ૧૮૮૫માં હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસના આદ્ય સંસ્થાપકોમાંના એક. ૧૮૯૦માં અને ૧૯૦૯માં એમ બે વાર એના અધ્યક્ષપદે ચૂંટાયા.

મેઈટલેન્ડ, એડવર્ડ (૧૮૨૪-૧૮૯૭): ગૂઢવાદ કે રહસ્યવાદભર્યા વિષયોના લેખક અને શાકાહારના ઉપાસક, ૧૮૯૧માં એસોટેરિક ખ્રિસ્તી સંઘની સ્થાપના કરી. ગાંધીજીએ એમની સાથે પત્રવ્યવહાર કર્યો હતો અને એમનાં પુસ્તકોની એમના મન ઉપર ભારે અસર પહેાંચી હતી.

મેઈન, સર હેન્રી સમર (૧૮૨૨-૧૮૮૮) : પ્રખ્યાત, ન્યાયશાસ્ત્રી, જેમનાં પુસ્તકોમાં एन्शियंट लॉ, अर्ली हिस्टरी ऑफ इन्स्टिट्युशन्स અને विलेज कॉम्युनिटिझ इन धि इस्ट एड वेस्ट નો સમાવેશ થાય છે. ૧૮૬૨-૬૯ અને ૧૮૭૧માં ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હતા.

મેલ્મોથ : ઝૂલુલૅન્ડનો એક વિભાગ અને એક કસબો.

મૈસૂર : પહેલાં એક દેશી રાજ્ય હતું. હવે કર્ણાટક સાથેનું નવું મૈસૂર રાજય બન્યું છે.

રાજકોટ: પહેલાં સૌરાષ્ટ્રનું એક દેશી રાજય પ્રથમ મુંબઈ રાજયમાં, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યમાં ભળેલું છે.

રિપન, લૉર્ડ (૧૮૨૭–૧૯૦૯) : ૧૮૮૦-૮૪ દરમિયાન હિંદના વાઈસરૉય અને ૧૮૯૨થી ૧૮૯૫ સુધી બ્રિટનના સંસ્થાન મંત્રી. એમના પછી ચેમ્બરલેન સંસ્થાન મંત્રી બન્યા.

રીચમંડ: પિટરમેરિત્સબર્ગ નજીકનું એક શહેર.

રુસ્તમજી પારસી : નાતાલના પરગજુ અને સેવાભાવી હિંદી વેપારી. એઓ શરૂમાં ગાંધીજીના સાથી અને નિકટના મિત્ર રહ્યા અને પાછળથી એમના અસીલ બન્યા. એમણે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ અને એના કાર્યનું મજબૂતીથી સમર્થન કર્યું.

રૉબિન્સન, સર જૉન (૧૮૩૯-૧૯૦૩) : ૧૮૮૭માં લંડનમાં ભરાયેલી સંસ્થાનોની કૉન્ફરન્સમાં નાતાલના પ્રતિનિધિ તરીકે ગયા તથા ૧૮૯૩-૯૭ દરમિયાન નાતાલના પ્રથમ મુખ્ય મંત્રી અને સંસ્થાન મંત્રી બન્યા.

લંડન સમજૂતી: બોઅરો અને બ્રિટિશ વચ્ચેની આ સમજૂતી ઉપર ૧૮૮૪ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સહીઓ થઈ. કલમ ૧૪થી દેશીઓ સિવાયના બધા લોકોને દક્ષિણ આફ્રિકા