પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮. હિંદી મતાધિકાર
ડરબન,


સપ્ટેમ્બર ૨, ૧૮૯૫


તંત્રીશ્રી, धि नाताल मर्क्युरी

સાહેબ,

દક્ષિણ આફ્રિકાના હિંદીઓ વિષેના તાજેતરના તારો બાબતમાં આપે જે તંત્રી નોંધ લખી છે તે વિષે થોડા વિચારો રજૂ કરવાની હું છૂટ લેવા ઈચ્છું છું. આપે એ વાત પહેલી જ વાર નથી કરી કે દક્ષિણ આફ્રિકાના લોકો હિંદીઓને સમાન રાજદ્રારી હકો આપવાને એટલા ખાતર વાંધો લે છે કે તેઓ હિંદમાં આ હકો ભોગવતા નથી. આપે એ પણ કહ્યું છે કે તેઓ હિંદમાં જે હકો ભોગવતા હોય તે હકો તેમને આપવા સામે આપ વાંધો નહીં લો. બીજે ઠેકાણે મેં કહ્યું છે તેમ, હું અહીં ફરીથી કહું છું કે હિંદમાં હિંદીઓ, કાંઈ નહીં તો સિદ્ધાંતમાં, યુરોપિયનો જોડે સમાન રાજદ્રારી હકો જરૂર ભોગવે છે. ૧૮૩૩નો અધિકારપત્ર અને ૧૮૫૮નો ઢંઢેરો, હિંદીઓને સમ્રાજ્ઞીની બીજી પ્રજાઓ ભોગવે છે તે બધા જ હકો અને ખાસ હકોની ખાતરી આપે છે. અને આ સંસ્થાનમાંના તેમ જ દક્ષિણ આફ્રિકાના બીજા ભાગોમાંના હિંદીઓ જો આવી જ જાતના સંજોગોમાં તેઓ ભારતમાં ભોગવી શકે તેટલા જ હકો અહીં ભોગવી શકે તો તેથી તેમને પૂરો સંતોષ થશે.

હિંદુસ્તાનમાં, જ્યારે પણ યુરોપિયનોને મત આપવા દેવામાં આવે છે ત્યારે હિંદીઓને તેમાંથી બાકાત રાખવામાં આવતા નથી. જો યુરોયિપનોને મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોય છે તો હિંદીઓને પણ હોય છે. જો યુરોપિયનો લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોને ચૂંટી શકે અથવા જાતે ચૂંટાઈ શકે તો હિંદીઓ પણ તેમ કરી શકે છે. જો યુરોપિયનો રાત્રે નવ વાગ્યા બાદ છૂટથી બહાર હરીફરી શકે તો હિંદીઓ પણ તેમ કરી શકે. હિંદીઓ યુરોપિયનોના જેટલી છૂટથી હથિયાર ધારણ કરી શકતા નથી. દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓને પણ હથિયાર ધારણ કરવાની એવી ઉત્કંઠા નથી. હિંદમાં માથાવેરાનું અસ્તિત્વ નથી. તો આપ અત્યારના વસાહતી કાનૂન સામે વિરોધ દર્શાવવા જેટલી ભલમનસાઈ બતાવશો અને ગિરમીટ નીચેના અસહાય હિંદીઓની કૃતજ્ઞતા મેળવશો? રાજદ્વારી સમાનતાનો આ તેને તે જ માન્ય સિદ્ધાંત છે જેને આધારે શ્રી દાદાભાઈ નવરોજી બ્રિટિશ લોકસભાના સભ્ય બની શકયા છે.

જો આપને હિંદીઓને સમાન હકો આપવા સામે એવો વાંધો હોય કે "બ્રિટિશ શક્તિ અને પૈસા" વડે, આ સંસ્થાન ઊભું થયું છે તો પછી આપે જર્મનો તથા ફ્રેંચો સામે પણ સ્પષ્ટ રીતે એવો જ વાંધો ઉઠાવવો જોઈએ. એ જ સિદ્ધાંત મુજબ તો, જેમણે પોતાનું લોહી રેડયું છે એવા વસવાટ કરવામાં પહેલ કરનારાઓના વંશજો તો ઇંગ્લંડથી આવનારા અને તેમને હડસેલી કાઢનારાઓ સામે પણ વાંધો ઉઠાવી શકે, શું આ પ્રશ્વ અંગેનો આ સંકુચિત અને