પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭
મિ. ચેમ્બરલેનને અરજી
એવું રહે છે કે જયારે તેઓ પોતાની છેલ્લી ગિરમીટની મુદત પૂરી કરી રહે ત્યારે તેમણે હિંદુસ્તાન પાછા ફરવું જોઈએ. આજ પહેલાં સંસ્થાનમાં સ્થિર થઈને રહેલા એવા આશરે ૨૫,૦૦૦ સ્વતંત્ર હિંદીઓ મોજૂદ છે. એમાંના ઘણા લોકોએ વળતી મુસાફરીના ભાડાનો તેમનો હક જતો કર્યો છે. વળી આમાં વણિકોની ઘણી મોટી વેપારી વસ્તીનો સમાવેશ થતો નથી.

૭. આ રીતે જોતાં આ ખાસ પ્રકારની વ્યવસ્થા માટેનાં કારણો માત્ર રાજદ્રારી જ છે. સાચી રીતે કહીએ તો વસ્તી ગીચ થઈ જવાનો તો બિલકુલ પ્રશ્ન જ નથી. એક નવા ખૂલેલા દેશમાં જયાં હજી જમીનના વિશાળ પ્રદેશો તદ્દન વસ્તી વિનાના અને ખેડયા વિનાના પડેલા છે ત્યાં આ પ્રશ્નનને સ્થાન જ ન હોઈ શકે.

૮. એ જ હેવાલમાં સભ્યોએ ફરીથી નીચે મુજબ કહ્યું છે:

આરબો કે જેઓ બધા વેપારીઓ જ છે અને કામદારો નથી, તેમની બાબતમાં

વેપારીઓમાં અને દુકાનદારોમાં એક જાતની તીવ્ર લાગણી પ્રવર્તે છે; પણ મોટે ભાગે તેઓ બ્રિટિશ રૈયત છે અને કોઈ પણ જાતના કરાર કરીને સંસ્થાનમાં આવ્યા નથી એટલે તેમની સાથે કોઈ જાતની દખલ થઈ ન શકે એ વાત સ્વીકારવામાં આવી છે.

* * *
કુલી કે મજૂર, યુરોપિયનની સાથે ખાસ ગણનાપાત્ર પ્રમાણમાં હરીફાઈમાં આવતો

નથી. સમુદ્રના કિનારા ઉપર, જ્યાં બધા જ બગીચા આવેલા છે ત્યાં યુરોપિયનો માટે ખેતીકામ કરવાનું અશકય છે અને ત્યાં હિંદી મજૂરો અને દેશી લોકો ઉપરાંતની મજૂરોની સંખ્યા હંમેશાં બહુ નાની રહી છે.

* * *

જોકે નિશ્ચિતપણે અમે એ મતના છીએ કે અત્યાર સુધીમાં જે મજૂર હિંદીઓ अहीं स्थिर थईने रह्या छे (નાગરી અરજદારોએ કર્યું છે) તેઓ સંસ્થાન માટે ઘણા લાભકારક નીવડયા છે. છતાં ભવિષ્યનો વિચાર કરતાં, અને દક્ષિણ આફ્રિકામાં દેશી લોકોનો જે એક મહાન પ્રશ્નન વણઉકેલ્યો પડયો છે તે નજરમાં રાખતાં, હાલમાં જે ચિંતા સેવાઈ રહી છે તેમાં સહભાગી બનવાનું અમે ટાળી શકતા નથી. જો મોટા ભાગના મજૂરોએ એમને માટે જોગવાઈ કરવામાં આવેલાં પાછા ફરવાનાં ભાડાંનો ફાયદો ઉઠાવ્યો હોત તો ભયને માટે ઓછું જ કારણ રહ્યું હોત.

૯. તમારા અરજદારો ખૂબ જ માનપૂર્વક જણાવે છે કે ઉપરના ઉતારા, જે સંસ્થાનમાં गिरमीटमुक्त हिंदीओना વસવાટ ઉપર નિયંત્રણ મૂકનારાં પગલાં માટે અપાયેલાં કારણોના અંગરૂપ છે તે તદ્દન ઊલટી જ વાત પુરવાર કરે છે. કારણ કે મોટા ભાગના તમારા અરજદારો જે વર્ગમાંથી આવ્યા છે તે હિંદી વેપારીઓ જેઓ “કોઈ પણ જાતના કરાર નીચે સંસ્થાનમાં ગયા નથી.” તેમને જે કોઈ પણ જાતની દખલ ન દઈ શકાય તો પછી ગિરમીટ નીચેના હિંદીઓ જેઓ આમના જેટલા જ બ્રિટિશ પ્રજાજન છે, અને જેમને એમ કહી શકાય કે સંસ્થાનમાં જવાને આમંત્રણ અપાયું હતું અને જેમનો वसवाट (સભ્યોના પોતાના જ શબ્દોમાં) “સંસ્થાન- ના ભારે લાભમાં રહ્યો છે.” અને, તેથી જેમનો સાંસ્થાનિકોની ભલમનસાઈ અને કાળજી ઉપર ખાસ હક રહેલો છે તેમને તો તેનાથી પણ घणी ओछी દખલ દઈ શકાય.