પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ

પ્રજાતંત્રની વિદેશી (ઍઈટલૅંડર્સ) વસ્તીને જો નાગરિકો તરીકે ગણવામાં આવશે અને મતાધિકારનો હક અપાશે તો તેઓ માલોબોચ[૧] લડતમાં ખુશીથી પોતાની સેવા આપશે.

એટલે જો ઠરાવમાં કહેવામાં આવ્યું છે તેમ યુરોપિયનો અથવા "ગોરા" બ્રિટિશ પ્રજાજનોને તેમના ઉપર જે રાજદ્રારી ગેરલાયકાતો લાદવામાં આવી છે તેને કારણે મુક્ત રાખવા જોઈએ તો માનપૂર્વક અમને કહેવા દો કે તો પછી હિંદી બ્રિટિશ પ્રજાજનોને તો એથી પણ વિશેષ મુક્ત રાખવા જોઈએ, કારણ કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્રમાં કોઈ પણ રાજદ્રારી હકો ભોગવતા નથી એટલું જ નહીં પણ તેમના પ્રત્યે સામાન અસબાબ કરતાં વિશેષ ગણવા જેટલો પણ વર્તાવ રાખવામાં આવતો નથી જે હકીકતની આ ઠરાવ એ એક બીજી સાબિતી છે.

છેવટે, આપના અરજદારો ખરા દિલથી પ્રાર્થના કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે સંસ્થાનોમાં અથવા સ્વતંત્ર રાજ્યોમાં, (બુલવાયોના નવા ખૂલેલા પ્રદેશોમાં તેમ જ બીજા ભાગોમાં પણ) દક્ષિણ આફ્રિકામાં એકેએક જગ્યાએ હિંદીઓ ઉપર જે સતત રીતે ત્રાસ ગુજારવામાં આવે છે. એ દૃષ્ટિએ, અને સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ ઉપર મુકાયેલાં આજ પહેલાંનાં ચાલુ નિયંત્રણોનું જે મોટું પ્રમાણ છે તે અને આપના અરજદારોના અને તેમના સાથી બંધુઓના સમ્રાજ્ઞીની સરકારની દરમિયાનગીરીથી એ દૂર કરવાના પ્રયાસો, આ બધું ધ્યાનમાં રાખતાં, દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્ર તરફથી હિંદીઓની સ્વતંત્રતા ઉપર- હજી વધારે નિયંત્રણ મૂકવાનો આ તાજો પ્રયાસ સમ્રાજ્ઞીની સરકાર ચલાવી લેશે નહીં.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજીને સદા પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

એમ. સી. કમરુદ્દીન


અબદુલ ગની


મહમદ ઈસ્માઈલ


વગેરે વગેરે


[ મૂળ અંગ્રેજી ]

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રના સમ્રાજ્ઞીના હાઈકમિશનરે સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીને ૧૮૯૫ના ડિસેમ્બરની ૧૦ તારીખે મોકલેલા ખરીતા નં. ૬૯૨ સાથે સામેલ કરેલું લખાણ કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્ઝ, નં. ૪૧૭, ગ્રંથ ૧૫૨

  1. ૧. ઉત્તર ટ્રાન્સવાલમાં ૧૮૯૪માં થયેલું ડચોનું માલોબોચ પ્રજા સાથેનું યુદ્ધ.