પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ગાંધીજીનો અક્ષરદેહ
પોતે જ દેશીઓને દારૂ વેચે છે, ચોરીછૂપીથી દારૂ વેચનારા હિંદીઓની હરીફાઈને કારણે એમના વેપારમાં દખલ ઊભી થઈ છે અને તેમના નફામાં ઘટ પડી છે.

ઉપરના લખાણ પછી આગળ જે કાંઈ આવે છે તે વાંચવું બોધદાયક થઈ પડે એવું છે. એ બતાવે છે કે કમિશનના સભ્યોના અભિપ્રાય મુજબ હિંદુસ્તાનમાં હિંદીઓ દારૂ પીવાની ટેવથી મુક્ત હોય છે અને તેઓ અહીં આવીને એ શીખે છે. નાતાલમાં આવીને એ લોકો દારૂની લતમાં કેવી રીતે અને શા કારણે પડે છે એ પ્રશ્નનનો જવાબ આપવાનું હું વાચકો ઉપર જ છોડું છું.

હેવાલના પા. ૮૩ ઉપર કમિશનના સભ્યો નીચે પ્રમાણે જણાવે છે:

જોકે અમને એ વાતની ખાતરી થઈ છે કે નાતાલમાં હિંદીઓ અને ખાસ કરીને સ્વતંત્ર હિંદીઓ પોતાના દેશમાં હોય તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં માદક પીણાં પીવાને વશ થાય છે, તોપણ અમને એ વાતની નોંધ લેવાની ફરજ પડે છે કે સંસ્થાનમાં વસતી બીજી જાતિઓમાં છે એના કરતાં તેમનામાં પીધેલા અને તોફાની લોકોનું પ્રમાણ વધારે મોટું છે એની કોઈ સંતોષકારક સાબિતી આપણી પાસે નથી.

કમિશન આગળની પોતાની જુબાનીમાં સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝાંડર (પા. ૧૪૬) કહે છે:

આજને તબક્કે હિંદીઓને એક જરૂરી અનિષ્ટ તરીકે ગણવા જોઈએ; મજૂરો તરીકે જોઈએ તો તેમના વિના આપણને ચાલે એમ નથી; દુકાનદારો તરીકે આપણે તેમના વિના ચલાવી લઈ શકીએ; એકંદરે તેઓ દેશી લોકોના જેવા જ છે. તેમનામાં ઘણો સુધારો થયો છે પણ દેશી લોકો ખૂબ જ બગડી ગયા છે, ચોરીના લગભગ બધા ગુના

હાલમાં દેશીઓને હાથે થાય છે. મને અનુભવ છે ત્યાં સુધી દેશી લોકો કેફી પીણાં હિંદીઓ પાસેથી તેમ જ બીજા સૌ કોઈ જે એમને પહેાંચાડે તેમની પાસેથી મેળવે છે. આ બાબતમાં મને કેટલાક ગોરાઓ હિંદીઓના જેટલા જ બૂરા જણાયા છે. તેઓ કામને અભાવે બેકાર બનેલા, ભામટા લોકો છે. છ પેની મેળવવાને માટે એ લોકો દેશી માણસને દારૂની એક બાટલી પૂરી પાડે છે.

નાતાલના આજના સંજોગોમાં હું નથી માનતો કે હિંદી વસ્તીની જગ્યાએ ગોરી વસ્તી મૂકવાનું શકય છે. હું નથી માનતો કે એ વાત આપણે પાર પાડી શકીએ. મારી પાસે સ્ટાફના જે માણસો છે તેમની મારફતે હું ૩૦૦૦ હિંદીઓ પાસે કામ લઈ શકું પણ એમની જગ્યાએ એ જ પ્રકારના ૩૦૦૦ ગોરા કામદારો હોય તો તેમની પાસે હું કામ નહીં લઈ શકું. . . . .

પા. ૧૪૯ ઉપર તે કહે છે :

હું જોઉં છું કે સામાન્ય રીતે લોકો કુલીઓ ઉપર, દરેક ખોટું કામ કરવાની, મરઘાંબતકાં ચોરવાની વગેરે શંકા કરે છે, પણ હકીકત એવી નથી. જોકે મરઘાંબતકાં ચોરવાના છેલ્લા નવ બનાવોમાંના બધા બનાવે અંગેનો આરોપ મારી કૉર્પોરેશનના જાજરૂ સાફ કરનારા કુલીઓ ઉપર મુકાયો હતો, પરંતુ હું જોઉં છં કે આ મરઘાંબતકાં ચોરવા માટે સજા બે દેશી લોકો અને ત્રણ ગોરાઓને કરવામાં એાવી છે.

એ ઉપરાંત હું વાચકોનું ધ્યાન હમણાં જ પ્રગટ થયેલા દેશીઓ વિષેના સરકારી રિપોર્ટ (નેટિવ બ્લયૂ બુક) તરફ ખેંચીશ. અને તેઓ તેમાં જોઈ શકશે કે લગભગ બધા જ ન્યાયાધીશો