પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
હિંદી મતાધિકાર

એવો અભિપ્રાય ધરાવે છે કે યુરોપિયનોના સંસર્ગને લઈને દેશી લોકોના નૈતિક ચારિત્ર્યમાં અધ:પતન લાવનારો ફેરફાર થયો છે.

આ રદિયો નહીં આપી શકાય એવી હકીકતોની સામે દેશી લોકોની પડતીના દોષનો ટોપલો પૂરેપૂરો હિંદીઓને માથે ઓઢાડવાનું શું અન્યાયી નથી? ૧૮૯૩ની સાલમાં શહેરની મ્યુનિસિપલ હદમાં દારૂ પૂરો પાડવા માટે ૨૮ કેસમાં યુરોપિયનોને સજા થઈ હતી, જ્યારે હિંદી- ઓને ત્રણમાં જ થઈ હતી.


"આ દેશ ગોરાઓનો દેશ થશે અને રહેશે અને નહીં કે કાળા માણસે નો; અને હિંદી મતાધિકાર તો યુરોપિયનોના મનને પૂરેપૂરો ગળી જશે અને હિંદીઓને રાજદ્વારી દૃષ્ટિએ નાતાલમાં સર્વોચ્ચ સ્થાન આપશે."

હું આ કથનને પહેલા ભાગની ચર્ચા કરવા નથી માગતો. હું કબૂલ કરું છું કે હું એને પૂરેપૂરું સમજતો પણ નથી. પરંતુ, એ કથનના પાછલા ભાગ પાછળ રહેલી ગેરસમજ દૂર કરવાનો હું પ્રયાસ કરીશ. હું હિંમતપૂર્વક કહું છું કે હિંદી મત યુરોપિયન મતને કદી હજમ કરી જઈ નહીં શકે, અને હિંદીઓ રાજદ્વારી પ્રભુત્વનો દાવો કરવા પ્રયાસ કરે છે એ વિચાર ભૂતકાળના બધા અનુભવ વિરુદ્ધનો છે. આ પ્રશ્નના સંબંધમાં મને ઘણા યુરોપિયનો જોડે ચર્ચા કરવાનું માન મળ્યું હતું અને લગભગ બધાએ જ જે દલીલો કરી હતી તે એવાં અનુમાનને આધારે હતી કે સંસ્થાનમાં 'એક માણસને એક મત'નો નિયમ છે. મત માટે મિલકતની લાયકાત પણ મોજૂદ છે એ વાત તેમને માટે એક નવી જ ખબર હતી. એટલે મતદારોની લાયકાત વિષે ચર્ચા કરતી મતાધિકાર કાનૂનની કલમ અહીં નીચે ઉતારવા માટે મને માફ કરવામાં આવે :

અત્યાર પછી અપવાદ કરવામાં આવ્યો હોય તે સિવાયના ૨૧ વર્ષની ઉંમર ઉપરનો દરેક માણસ જેની પાસે ૫૦ પાઉંડ સુધીની કિંમતની સ્થાવર મિલકત હોય અથવા જે મતદાનના જિલ્લામાં આવેલી એવી કોઈ મિલકત વાર્ષિક ૧૦ પાઉંડના ભાડાથી રાખતો હોય, અને જે આ પછી દર્શાવાયેલી રીતે યોગ્ય રીતે નોંધાયેલો હોય તે એવા જિલ્લાના સભ્યની ચૂંટણી પ્રસંગે મતદાન કરવાને હકદાર ગણાશે. જયારે ઉપર જણાવ્યું છે તેવી કોઈ મિલકત એક કરતાં વધારે વ્યક્તિઓ માલિક તરીકે અથવા ભાડૂત તરીકે ધરાવતી હોય તો એવો દરેક ધારણ કરનાર જે તે યોગ્ય રીતે નોંધાયેલો હોય તો એવી મિલકત

સંબંધમાં વોટ આપવાનો અધિકારી થશે. આમાં શરત એવી કે એ મિલકતની કિંમત અથવા સંજોગ મુજબ ભાડું એટલાં હશે કે જે તેમની વચ્ચે સરખી રીતે વિભાજિત કરવામાં આવતાં, સાથે ઉપયોગ કરનારા દરેકને મત આપવાનો અધિકારી બનાવશે.

આ ઉપરથી એ વાત સ્પષ્ટ છે કે દરેક હિંદી મતાધિકાર મેળવી શકતો નથી. અને યુરોપિયનોની સરખામણીમાં સંસ્થાનમાં એવા કેટલા હિંદીઓ છે જેમની પાસે ૫૦ પાઉન્ડ જેટલી કિંમતની સ્થાવર મિલકત છે અથવા જે વાર્ષિક ૧૦ પાઉન્ડના ભાડાથી એવી મિલકત ભાડે રાખે છે? લાંબા સમયથી આ કાનૂન અમલમાં આવેલો છે, અને નીચેનો કોઠો યુરોપિયન અને હિંદીઓના મતાધિકારની સંખ્યાનો કાંઈક ખ્યાલ આપશે. એ કોઠો में गेझेटमां પ્રગટ થયેલી સૌથી છેલ્લી યાદીઓ પરથી તૈયાર કર્યો છે: