પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ગાંધીજીનો અક્ષરદેહ

મતદારો


ક્રમ સંખ્યા ચૂંટણી વિભાગો યૂરોપિયનો હિંદીઓ
પિટરમૅરિત્સબર્ગ ૧૫૨૧ ૮૨
ઉમગેની ૩૦૬ નથી
લાયન્સ રીવર ૫૧૧ નથી
ઈક્ષોપો ૫૭૩
ડરબન ૨૧૦૦ ૧૪૩
કાઉન્ટી ઑફ ડરબન ૭૭૯ ૨૦
વિક્ટોરિયા ૫૬૬
ઉમવોટી ૪૩૮
વીનેન ૫૨૮ નથી
૧૦ ક્લીપ રીવર ૫૯૧
૧૧ ન્યૂકૅસલ ૯૧૭ નથી
૧૨ ઍલેકઝાંડ્રા ૨૦૧ "
૧૩ આલ્ફ્રેડ ૨૭૮ "
૯,૩૦૯ ૨૫૧
કુલ સરવાળો ૯,૫૬૦

આમ, ૯,૫૬૦ નેાંધાયેલા મતદારોમાંથી માત્ર ૨૫૧ હિંદીઓ છે. અને માત્ર બે વિભાગોમાં ઉલ્લેખ કરવા જેટલા હિંદી મતદારો છે. હિંદી મતદારો અને યુરોપિયન મતદારોનું પ્રમાણ આશરે ગણતાં ૧ : ૩૮ છે, એટલે હાલમાં યુરોપિયનોના મત હિંદીઓના મત કરતાં ૩૮ ગણા શક્તિશાળી છે. १८९५नी सालना हिंदी वसाहतीओना संरक्षकना हेवाल મુજબ ૪૬,૩૪૩ જેટલી કુલ હિંદી વસ્તીમાંથી માત્ર ૩૦,૩૦૩ લોકો સ્વતંત્ર હિંદીઓ છે. એમાં વેપાર કરતા હિંદીઓની આશરે ૫,૦૦૦ની વસ્તી ઉમેરતાં ગિરમીટમુક્ત અને સ્વતંત્ર હિંદીઓની વસ્તી આખા અાંકડામાં ૩૫,૦૦૦ જેટલી થાય. એટલે હાલમાં મતદાનની બાબતમાં યુરોપિયન વસ્તી જોડે હરીફાઈ કરે એવી હિંદી વસ્તી યુરોપિયનોની વસ્તી જેટલી મોટી નથી. પણ હું માનું છું કે જો હું એમ કહું કે આ ૩૫,૦૦૦ લોકોમાંના અડધાથી વધારે લોકોની આર્થિક સ્થિતિ ગિરમીટિયા હિંદીઓની આર્થિક સ્થિતિ કરતાં માત્ર એક ડગલું જ આગળ છે તો તેમાં મારી ભૂલ થયેલી નહીં ગણાશે. ડરબનની આજુબાજુના અને એનાથી ૫૦ માઈલની અંદરના જિલ્લાઓમાં હું મુસાફરી કરતો રહ્યો છ અને હું વિના જોખમે ભારપૂર્વક એટલું કહેવાની હિંમત કરું છ કે મોટા ભાગના હિંદીઓ જેઓ મુક્ત છે તેઓ જેમ તેમ પોતાનું પેટિયું કાઢે છે અને એ વાત નક્કી છે કે તેમની પાસે ૫૦ પાઉન્ડ જેટલી કિંમતની સ્થાવર મિલકત નથી. સંસ્થાનમાં પુખ્ત વયના હિંદીઓની સંખ્યા માત્ર ૧૨,૩૬૦ જેટલી છે. આ રીતે, મારું કહેવું એ છે કે નજીકના ભવિષ્યમાં હિંદી મત યુરોપિયન મતને ગળી જશે એ ભય તદ્દન પાયા વિનાનો છે.