પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૮
ગાંધીજીનો અક્ષરદેહ

નીચેના કોઠામાં હિંદી મતદારોની યાદીનું ધંધા મુજબનું પૃથક્કરણ કર્યું છે :

વેપારી વર્ગ


દુકાનદારો ૯૨ ફળ વેચનારા
વેપારીઓ ૩૨ નાના વેપારીઓ ૧૧
સોનીઓ કલઈ કરનારા
ઝવેરીઓ તંબાકુના વેપારીઓ
કંદોઈઓ વીશી ચલાવનારા
૧૫૧


કારકુનો અને મદદનીશો

કારકુનો ૨૧ દુભાષિયાઓ
હિસાબનીશો દુકાનના ગુમાસ્તા
નામુ લખનારા હજામો
વેચનારા દારૂની દુકાનનો નોકર
શિક્ષક મેનેજરો
ફોટોગ્રાફર
૫૦


માળીઓ અને બીજાઓ

શાકભાજીના વેપારી ગાડાંવાળા
ખેડૂતો પોલીસ સિપાઈ
ઘરગથ્થુ નોકરો મજૂરો
માછી વેટર (હોટલબૉય)
માળીઓ ૨૬ રસોઈયા
દીવાબત્તી કરનારા
૫૦
૨૫૦

હું ધારું છું કે મતદારોની યાદીને લાયકાત વિનાના અથવા સૌથી નીચલા વર્ગના હિંદીઓ વડે ઊભરાવી દેવાના ભયને દૂર કરવામાં, પૂર્વગ્રહ વિનાના લોકોને આ પૃથક્કરણથી પણ મદદ મળવી જોઈએ. કારણ કે આમાં સૌથી મોટી સંખ્યા વેપારી વર્ગની અથવા કહેવાતા “આરબ ” વર્ગની છે, કાંઈ નહીં તો એ લોકો મત આપવાને તદ્દન લાયકાત વિનાના નથી એટલું સ્વીકારવામાં આવ્યું છે.

જેમને બીજાં મથાળાં નીચે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તેઓ કાં તો વેપારી વર્ગના અથવા હિંદીઓના એવા વર્ગના છે જેમને ઠીક ઠીક સારું એવું અંગ્રેજી શિક્ષણ મળેલું છે.

જેઓ ત્રીજા વર્ગના છે તેમને વધારે ઊંચા વર્ગના મજૂરો કહી શકાય. તેઓ સરેરાશ ગિરમીટિયા હિંદીઓ કરતાં ઘણા ઊંચા છે. એ લોકો, જેમણે ૨૦ વર્ષથી વધારે સમયથી પોતાના