પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
હિંદી મતાધિકાર

પા. ૯૮ ઉપર કમિશનના સભ્યોમાંના એક મિ. સૉન્ડર્સ કહે છે :

હિંદી પ્રવાસીઓના આવવાથી સમૃદ્ધિ વધી ચીજોના ભાવો ઊંચા ચડયા. લોકો હવે પોતાનો માલ નામની કિંમતે પેદા કરવા કે વેચવામાં સંતોષ માનતા નથી. તેઓ વધારે કમાણી કરી શકે છે, લડાઈ તેમ જ ઊન, ખાંડ વગેરેના ઊંચા ભાવો સમૃદ્ધિને ટકાવી રાખે છે અને તેને લઈને હિંદીઓ જેનો વેપાર કરતા હતા એવી સ્થાનિક પેદાશની ચીજોની કિંમત પણ ઊંચી રહેવા લાગી.

પા. ૯૯ ઉપર તેઓ કહે છે :

હું આ પ્રશ્નનનો વ્યાપક જાહેર હિતના પ્રશ્ન તરીકે ફરીથી વિચાર કરું છું. એક વસ્તુ નક્કી છે કે ગોરા લોકો નાતાલમાં કે દક્ષિણ આફ્રિકાના બીજા કોઈ પણ ભાગમાં માત્ર લાકડાં ચીરનારા કે પાણી ખેંચનારા બનવા માટે વસવાટ કરશે નહીં, એના કરતાં તો તેઓ વિસ્તારવાળા અંદરના ભાગોમાં અથવા સમુદ્ર રસ્તે આપણને છોડીને ચાલ્યા જશે. એક બાજુથી આ વાત સાચી છે ત્યારે બીજી બાજુથી આપણા તેમ જ બીજાં સંસ્થાનોના સરકારી કાગળો સાબિત કરે છે કે હિંદી મજૂરોને દાખલ કરવાથી જમીનની અને એના ખાલી પડેલા વિસ્તારની છૂપી પડેલી શક્તિ ખીલી નીકળે છે અને વધે છે અને સાથે સાથે એનાથી ગોરા પ્રવાસીઓને નફાકારક કામ આપવાનાં અનેક અણધાર્યા ક્ષેત્રો પણ ખૂલે છે.
આ વાતને આપણા પોતાના અનુભવો કરતાં બીજું કાંઈ પણ વધારે સ્પષ્ટપણે સાબિત નથી કરતું, જો આપણે ૧૮૫૯ની સાલ તરફ નજર કરીએ તો આપણને એ દેખાશે કે હિંદી મજૂરો મળવાના ખાતરીપૂર્વકના વચનને પરિણામે સરકારી આવકમાં તાત્કાલિક વૃદ્ધિ થઈ જે થોડાં જ વર્ષોમાં ચારગણી વધવા પામી. યંત્રકામ કરનારા મિસ્ત્રીઓ, જેમને કામ નહોતું મળતું અને રોજની ૫ શિલિંગ કે તેથીયે ઓછી કમાણી હતી તેમની રોજી બમણી કરતાં પણ વધી ગઈ, અને આ પ્રગતિને લઈને શહેરથી સમુદ્રપર્યંતના દરેક જણને ઉત્તેજન મળ્યું, પણ થોડાં વર્ષો બાદ સંકટનો ઘંટ વાગ્યો (આ ઘંટનો અવાજ પાયાદાર હતો) કે બધે એકસાથે આ[૧] બંધ કરવામાં આવશે, (જે હું ખોટો હોઉં તો રેકર્ડ મોજૂદ છે) એટલે મહેસૂલ અને રોજી એકદમ નીચે આવી ગયાં; પ્રવાસીઓનું આવવું રોકાઈ ગયું, ભરોસો ઊઠી ગયો, અને બધે મુખ્ય વાત કાપકૂપ અને પગાર ઘટાડાની વિચારાવા લાગી. વળી બીજો એક ફેરફાર આવ્યો.. થોડાં વર્ષ બાદ ૧૮૭૩માં (૧૮૬૮માં હીરાઓની શોધ થયા બાદ લાંબા સમય પછી) હિંદીઓને ફરીથી લાવવાનાં તાજાં વચને ધારી અસર કરી, એટલે મહેસૂલની આવક, રોજની મજૂરીના દરો અને પગારો ઊંચા ચડી ગયા અને ઝટ કાપકૂપ ભૂતકાળની ચીજ ગણાવા લાગી. (આજે એવું હોય તો કેવું સારું !)

આના જેવા દસ્તાવેજી કાગળોની હકીકતથી બધી વાત એની મેળે સ્પષ્ટ થાય છે અને તે છોકરવાદીભરી જાતિવિષયક લાગણીવેડાને અને હીન ઈર્ષ્યાખોરીને ચૂપ કરી દે છે.

બિનગોરા મજૂરોના આવવાથી ગોરા વસવાટ કરનારાઓના કલ્યાણ પર થતી અસરના એક વધારાના એ જ પ્રકારના સમર્થનમાં માન્ચેસ્ટરના ડયૂકના એક ભાષણ


  1. હિંદી મજૂરોની ભરતી