પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
હિંદી મતાધિકાર

પિટરમૅરિત્સબર્ગ અને ડરબન શહેરોમાં ફળ, શાકભાજી અને મચ્છી, બજારમાં આવતી નહોતી. હાલમાં આ બધી ચીજો જોઈએ એટલી મળે છે.

યુરોપથી આવનારા વસાહતીઓમાં જેમણે શાકભાજી ઉગાડનારા કે મચ્છીમારો બનવાની થોડી પણ વૃત્તિ બતાવી હોય એવા કોઈ માણસો આપણને કદી મળ્યા નથી. અને મારો એવો અભિપ્રાય છે કે સ્વતંત્ર હિંદી વસ્તી નહીં હોત તો પિટરમૅરિત્સબર્ગ અને ડરબનનાં બજારો દસ વર્ષ પહેલાં હતાં તેવાં જ આજે પણ પુરવઠાની તંગીવાળાં રહેત.

. . . જો કુલીઓના પ્રવેશને કાયમને માટે બંધ કરવામાં આવ્યો હોત તો યુરોપિયન મિસ્ત્રીઓને અપાનારી રોજીના દર ઉપર કદાચ આમ કે તેમ અસર નહીં થાત, પણ એ બંધ કર્યા બાદ બહુ થોડા સમયમાં તેમને માટે આજે છે એટલું કામ રહેતે નહીં. હિંદી મજૂરો સિવાય ગ્રામપ્રદેશની ખેતી કદી ચલાવાઈ નથી અને કદી ચલાવી શકાશે નહીં.

ભૂતપૂર્વ એટર્ની જનરલ અને હાલના વડા ન્યાયાધીશે કમિશન આગળ પોતાની જુબાની નીચે મુજબ આપી (પા. ૩૨૭):

મારા અભિપ્રાય મુજબ જેમને દાખલ કરવામાં આવ્યા છે એવા સંખ્યાબંધ હિંદીઓએ સમુદ્ર કિનારાના પ્રદેશમાં મોટે અંશે ગોરા વસાહતીઓની નિષ્ફળતાની ખોટ પૂરી દીધી છે. તેમણે બીજી રીતે વણખેડાયેલી રહે એવી જમીનને ખેતીના ઉપયોગમાં આણી છે. અને તેમાં સંસ્થાનવાસીઓને ખરેખરો ફાયદો થાય એવા પાકો પકવ્યા છે. જે અનેક લોકોએ હિંદ પાછા ફરવાના ભાડાનો લાભ નથી ઉઠાવ્યો તેઓ વિશ્વાસપાત્ર અને ઉપયોગી ઘરકામ કરનારા નોકરો સાબિત થયા છે.

ગિરમીટમુક્ત અને સ્વતંત્ર બંને વર્ગના હિંદીઓ એકંદરે સંસ્થાનને ઘણા ઉપયોગી નીવડયા છે, એ વાત હજી પણ વધારે જોરદાર પુરાવાઓ વડે સાબિત થઈ શકે એમ છે. કમિશનના સભ્યો એમના હેવાલમાં પા. ૮૨ ઉપર કહે છે :

૧૯. તેઓ મચ્છી પકડવામાં અને તેની દેખભાળ રાખવામાં વખાણવાજોગ ઉદ્યમ બતાવે છે. ડરબન ઉપસાગરમાં સૅલિસબરી ટાપુ ઉપરના હિંદી માછીમારોની વસાહત માત્ર હિંદીઓને જ નહીં પણ સંસ્થાનના ગોરા રહેવાસીઓને પણ ચોખ્ખો ફાયદો કરનારી નીવડી છે.

૨૦. . . . ઊંડાણના ભાગમાં તેમ જ કિનારા ઉપરના જિલ્લાઓના સંખ્યાબંધ વિભાગોમાં તેમણે પડતર અને બિનઉપજાઉ જમીનને, જેમાં શાકભાજી, તમાકુ, મકાઈ અને ફળઝાડ ઉગાડવામાં આવ્યાં છે એવા બગીચાઓમાં ફેરવી નાંખી છે. જે લોકો ડરબન અને પિટરમૅરિત્સબર્ગની નજીકમાં વસ્યા છે તેઓ પોતાને માટે સ્થાનિક બજારોને શાકભાજી પૂરી પાડવાનું કામ લગભગ સંપૂર્ણપણે મેળવવામાં સફળ થયા છે. એવું બન્યું જ હોવું જોઈએ કે આ સ્વતંત્ર હિંદીઓની હરીફાઈએ જે ગોરા સાંસ્થાનિકો પાસે એક વાર આ વેપારનો ઈજારો હતો તેમને નુકસાન પહોંચાડયું હોય. . . . સ્વતંત્ર હિંદીઓ પ્રત્યે ન્યાયની દૃષ્ટિએ જોતાં આપણે કહેવું જોઈએ કે હરીફાઈનું સ્વરૂપ કાયદેસરનું છે અને એકંદરે સમાજના બધા વર્ગોએ ચોકસપણે એનું સ્વાગત કર્યું છે. મળસકેના ઊઠીને હિંદી ફેરિયાઓ, સ્ત્રી, પુરુષ, પ્રૌઢો અને બાળકો સૌ પોતાના માથા ઉપર ભારે ટોપલાઓ રાખીને એક ઘરથી બીજે ઘર ઉઘમપૂર્વક જાય છે અને એ રીતે હવે