પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬૯. શાકાહારને સિદ્ધાંત


ડરબન,


ફેબ્રુઆરી ૩, ૧૮૯૬


તંત્રીશ્રી,


नाताल मर्क्युरी


સાહેબ,


ખોરાકની સુધારણામાં રસ લેનારા તરીકે હું આપને આપના "રોગ મટાડવાનું નવું શાસ્ત્ર" નામના શનિવારના અંકમાંના અગ્રલેખ બદલ અભિનંદન આપવા ઇચ્છું છું. એમાં આપે કુદ૨તી આહાર અપનાવવા ઉપર એટલે શાકાહારનો સિદ્ધાંત અપનાવવા ઉપર ઘણો ભાર મૂકયો છે. આ સ્વૈરવિહારમાં માનતા જમાનામાં "કોઈ પણ માણસ બુદ્ધિથી એક સિદ્ધાંતને ઉત્સાહપૂર્વક ટેકો આપતો હોય છે પણ તેને પોતાના જીવનમાં અમલ કરવાનો તેનો ઈરાદો નથી હોતો એ વાત એટલી સામાન્ય બની ગઈ છે કે આ કમનસીબ ખાસિયત જો ન હોત તો આપણે બધા શાકાહારી બની ગયા હોત. કારણ કે, જયારે સર હેનરી થૉમસન માંસાહારને આપણા જીવનધારણ માટે અનિવાર્ય માનવાની વાતને એક ક્ષુદ્ર ભૂલ તરીકે ગણાવે છે, અને જ્યારે સૌથી આગળ પડતા શરીરશાસ્ત્રવેત્તાઓ ખુલ્લંખુલ્લા કહે છે કે ફળફળાદિ જ માણસનો કુદરતી આહાર છે અને જ્યારે આપણી પાસે બુદ્ધ, પાઈથાગોરાસ, પ્લેટો, પોરફીરી, રૉય, ડેનિયલ, વેઝલી, હાવર્ડ, શેલી, સર આઈઝેક પિટમેન, એડિસન, સર ડબ્લયુ. બી. રિચર્ડસન અને બીજા સંખ્યાબંધ આગળ પડતા માણસો શાકાહારી હોવાના દાખલા છે તો પછી પરિસ્થિતિ ઊલટી શા માટે હોવી જોઈએ? ખ્રિસ્તી શાકાહારીઓનો દાવો એવો છે કે જિસસ પણ શાકાહારી હતા. અને આ મતને પડકારે એવી કોઈ વાત જાણવામાં હોય એવું લાગતું નથી, સિવાય કે એટલો નિર્દેશ થયેલો છે કે પુનરુત્થાન બાદ એમણે ભૂંજેલી મચ્છી ખાધી હતી. દક્ષિણ આફ્રિકામાંના સૌથી સફળ મિશનરીઓ (ટ્રેપિસ્ટ્સ) શાકાહારીઓ છે. દરેક દૃષ્ટિબિદુથી જોતાં શાકાહાર માંસાહાર કરતાં ઘણો જ ચડિયાતો પુરવાર થઈ ચૂકયો છે. અધ્યાત્મવાદીઓ માને છે, અને કદાચ પ્રૉટેસ્ટંટ ધર્માચાર્યોના મોટા વર્ગ સિવાય બધા જ ધર્મોના આચાર્યોના જીવનવ્યવહાર બતાવે છે કે માંસના વિવેકહીન ભક્ષણ કરતાં માણસની આધ્યાત્મિક શક્તિને વધારે બાધારૂપ થાય એવું બીજું કશું નથી. ખૂબ જ નિષ્ઠાવાળા અન્નાહારીઓ આધુનિક યુગની નાસ્તિકતા, ભૌતિકવાદ અને ધાર્મિક ઉદાસીનતાના કારણ તરીકે વધારે પડતા માંસાહાર તથા મઘપાનને અને તેને પરિણામે માણસમાં જે આધ્યાત્મિક શક્તિનો થોડે અંશે કે સંપૂર્ણપણે અભાવ ઊભો થાય છે તેને ગણાવે છે. પ્રખર બુદ્ધિશક્તિ ધરાવતા માણસોના અન્નાહારી પ્રશંસકો, જગતના સૌથી તેજસ્વી બુદ્ધિવાળા માણસોનો જે મોટો સમૂહ અચૂકપણે પોતાની ટેવોમાં સંયમી હતો, ખાસ કરીને તેમનાં ઉત્તમ પુસ્તકો લખતી વખતે સંયમી હતો, તેમનો નિર્દેશ કરીને એ વસ્તુ બતાવે છે કે બૌદ્ધિક જીવનના દૃષ્ટિબિંદુથી માંસાહાર કરતાં અન્નાહાર ચડિયાતો ભલે નહીં હોય તોપણ તે ચાલે એવો છે. અન્નાહારીઓના સામયિક પત્રો અને પત્રિકાઓના લેખો ખાતરીપૂર્વકની સાબિતી પૂરી પાડે છે કે જે દાખલાઓમાં અસંખ્ય દવાઓ સાથેનું ગાયનું માંસ અને તેની મેળવણીઓ બહુ